ડીનો મોરિયાના ઘરે થઈ ચોરી
મુંબઈ, 27 ઑક્ટોબર : બૉલીવુડના ચૉકલેટી હીરો રહેલાં ડીનો મોરિયાના ઘરે ગઈકાલે રાત્રે ચોરી થઈ ગઈ, પરંતુ આ વાત જાહેર થતા પહેલાં જ પોલીસે ચોરોને રંગે હાથ ઝડપી પાડ્યાં. મુંબઈ પોલીસની આવી ચુસ્તીથી ડીનો ઘણાં પ્રભાવિત થયાં અને હવે તેઓ મુંબઈ પોલીસના વખાણ કરતાં નથી થાકતાં.

પોતાના સોશિયલ નેટવર્કિંગ આઈડી ટ્વિટર વડે ડીનોએ પહેલાં તો પોતાના ઘરે ચોરીની વાત પોતાના ફૅન્સ સુધી પહોંચાડી અને પછી મુંબઈ પોલીસના આ સાહસભર્યા કાર્ય માટે તેના વખાણ કર્યાં.
ડીનો મોરિયા સૌપ્રથમ ટ્વિટ કર્યું - મુંબઈ પોલીસ બહેતરન છે. આજે સવારે મારા ઘેર ચોરી થઈ ગઈ અને પોલીસ તથા મેં મળી ચોરોને શોધી કાઢી તેમને ઝડપી પાડ્યાં. જય હો મુંબઈ પોલીસ. આના પછી ડીનોએ લખ્યું - મારી ભાષાને માફ કરશો કારણ કે... ચોરોની આટલી હિમ્મત થઈ ગઈ કે જ્યારે હું સુઈ રહ્યો હતો, ત્યારે તેઓ મારા બેડરૂમમાં ઘુસી આવ્યાં.
મુંબઈ પોલીસની સાથે-સાથે ડીનોએ એપલ ટેક્નોલૉજીને પણ થૅંક્સ કહેતાં લખ્યું - થૅંક્સ ટુ એપલ ટેક્નોલૉજી અને આપણી મુંબઈ પોલીસ. હવે બધુ ઠીક છે, પરંતુ હજુય હું સુતા ચોરોને પોતાના ચહેરાની સામે જોતા અનુભવી રહ્યો છું અને આ અનુભવ બહુ ખરાબ છે.
ડીનો મોરિયાનું ઘર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં લિયો સ્ટ્રીટે આવેલ છે. આજે સવારે જ્યારે ડીનો સુઈને ઉઠ્યા, ત્યારે તેમને ખબર પડી કે તેમના ઘરે ચોરી થઈ છે અને આ અંગેની માહિતી તેમણે તરત જ પોલીસને આપી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
