Joseph Manu James passed away : ડેબ્યુ ફિલ્મ રીલિઝ થાય એ પહેલા 31 વર્ષની ઉંમરે ડાયરેક્ટરનું નિધન
Joseph Manu James passed away : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ 31 વર્ષીય ફિલ્મ નિર્દેશકનું નિધન થઈ ગયું છે અને આ સાંભળીને શોકની લહેર શરૂ થઈ ગઈ છે.
Joseph Manu James passed away : સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. સાઉથ ઇન્ડસ્ટ્રીના ફિલ્મ ડાયરેક્ટરનું મોત થયું છે. દરેક ડાયરેક્ટરનું સપનું હોય છે, કે તેની ફિલ્મ રીલિઝ થાય ત્યારે તે થિયેટરમાં હાજર હોય. જોસેફ મનુ જેમ્સનું તેની ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ તેનું નિધન થયું હતું.

ઉલ્લેખનીય છે કે, ડાયરેક્ટર જોસેફ મનુ જેમ્સ માત્ર 31 વર્ષના હતા અને તેમની ડેબ્યૂ ફિલ્મ હજૂ સુધી રિલીઝ પણ થઈ નથી. તેની ફિલ્મ થોડા દિવસોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા જ ફિલ્મના નિર્દેશકનું નિધન થઈ ગયું હતું.
આ 31 વર્ષીય ફિલ્મ નિર્દેશકનું નિધન થયું છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોસેફ મનુ જેમ્સ માત્ર 31 વર્ષના હતા અને જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે તેઓ હેપેટાઈટિસની સારવાર લઈ રહ્યા હતા. જોસેફ મનુ જેમ્સનું 24 ફેબ્રુઆરીના રોજ કેરળના એર્નાકુલમ જિલ્લાની અલુવા હોસ્પિટલમાં નિધન થયું હતું.
થોડા દિવસોમાં રિલીઝ થવાની હતી ડેબ્યુ ફિલ્મ
જોસેફ મનુ જેમ્સની પ્રથમ મલયાલમ ફિલ્મ 'નેન્સી રાની' ટૂંક સમયમાં જ થિયેટરોમાં રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં અહાના કૃષ્ણા અને અર્જુન અશોકને મુખ્ય ભૂમિકા ભજવી છે. જોસેફના મૃત્યુથી સાઉથ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે અને તમામ સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
