4 નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટરે કરી આત્મહત્યા, આર્થિક તંગીના કારણે ડિપ્રેશનમાં હતા નીતિન દેસાઇ
જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ આત્મહત્યા કરી છે. નીતિન દેસાઇને 4 નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યા છે. અહેવાલો મુજબ, તેણે સવારે 3.30 વાગ્યે કર્જતમાં તેના એનડી સ્ટુડિયોમાં ફાંસી લગાવી લીધી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
તેમના અકાળ અવસાનના સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના ધારાસભ્ય મહેશ બાલ્ડીએ મીડિયાને જણાવ્યું કે તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેણે કહ્યું કે આ તેની આત્મહત્યાનું કારણ હોઈ શકે છે. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે ડિપ્રેશન સામે લડી રહ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ અનિલ કપૂર અને મનીષા કોઈરાલા અભિનીત '1942: અ લવ સ્ટોરી'ના 29 વર્ષની ઉજવણી વિશે હતી. પોતાના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કરતા નીતિન દેસાઈએ કેપ્શન આપ્યું હતું, "તમારી ફેવરિટ લવ સ્ટોરીની સ્ટોરીને 29 વર્ષ પૂર્ણ થઇ ગયા છે."
'1942: અ લવ સ્ટોરી'નું નિર્દેશન વિધુ વિનોદ ચોપરાએ કર્યું હતું. આ ફિલ્મમાં જેકી શ્રોફ, અનુપમ ખેર, ડેની ડેન્ઝોંગપા અને અન્ય પણ હતા. આ ફિલ્મ વર્ષ 1994માં રિલીઝ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, નીતિન દેસાઈએ 'હમ દિલ દે ચૂકે સનમ', 'દેવદાસ', 'જોધા અકબર' અને 'લગાન' સહિતની કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મો માટે ભવ્ય સેટ ડિઝાઇન કર્યા હતા. તેમને ડો.બાબાસાહેબ આંબેડકર, લગાન, દેવદાસ અને હમ દિલ દે ચૂકે સનમ માટે રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સિવાય તેમણે સ્વદેશ, મિશન કાશ્મીર, પ્રેમ રતન ધન પાયો સહિત 180 થી વધુ ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તેની છેલ્લી ફિલ્મ 2019માં આવેલી 'પાનીપત' હતી, જેનું નિર્દેશન આશુતોષ ગોવારીકરે કર્યું હતું.












Click it and Unblock the Notifications
