બે એક્ટ્રેસ સાથે અફેર કરી પસ્તાઇ રહ્યાં છે આ ડાયરેક્ટર

Posted By:
Subscribe to Oneindia News

બોલિવૂડના સૌથી મોટા ડાયરેક્ટર્સમાંના એક વિક્રમ ભટ્ટે હાલમાં જ મોટો ખુલાસો કર્યો છે. તેમણે પોતાના એક રિસન્ટ ઇન્ટરવ્યૂમાં બે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસિસ સાથેના પોતાના અફેરની વાત સ્વીકારી છે. દરેક જગ્યાએ તેમના આ ઇન્ટરવ્યૂની વાતો ચર્ચાઇ રહી છે. તેમના પર્સનલ લાઇફ અંગેના ખુલાસા સાંભળીને સૌ કોઇ અચરજમાં છે.

સ્વીકારી અફેરની વાત

સ્વીકારી અફેરની વાત

એક રિસન્ટ ઇન્ટરવ્યૂમાં વિક્રમ ભટ્ટે પોતાના જીવનની સૌથી મોટી ભૂલ અંગે ખુલીને વાત કરી છે. વિક્રમ ભટ્ટે કહ્યું કે, તેમના સુષ્મિતા સેન સાથેના અફેરને કારણે તેમની નાનપણની મિત્રમાંથી પત્ની બનેલ અદિતી તેમને છોડીને જતી રહી.

આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો

આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો

સાથે જ વિક્રમ ભટ્ટે અમિષા પટેલ સાથેના અફેરની વાત પણ સ્વીકારી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે અદિતી મને છોડીને જતી રહી ત્યારે મેં સુસાઇડ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. હું મારા ઘરના છઠ્ઠા માળેથી કૂદવાનું વિચારી રહ્યો હતો.

સુષ્મિતાની નહીં, મારી ભૂલ

સુષ્મિતાની નહીં, મારી ભૂલ

"આ માટે સુષ્મિતા જવાબદાર નથી. આમાં મારી પણ ભૂલ હતી. મારો ડિવોર્સ થઇ ગયો હતો, મારી ફિલ્મ ગુલામ રિલીઝ થવાની હતી અને હું માત્ર સુષ્મિતાનો બોયફ્રેન્ડ બનીને રહી ગયો હતો. હું શૉકમાં હતો, મને મારી દિકરી યાદ આવતી હતી, મેં જાતે જ મારી લાઇફને જોક બનાવી દીધી હતી. કોઇ રિલેશનને કારણે નહીં પરંતુ મારા જ કારણે મારી લાઇફ બગડી છે."

જીવનકથા પર પ્રેરિત નોવેલ

જીવનકથા પર પ્રેરિત નોવેલ

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વિક્રમ ભટ્ટે 'એ હેન્ડ ફુલ ઓફ સનશાઇન' નામની નોવેલ લોન્ચ કરી છે. આ નોવેલમાં વીર અને મીરા નામના બે પ્રેમીઓની વાર્તા છે. જો કે, વિક્રમે સ્પષ્ટ કર્યું છે કે આ કોઇ ઓટોબાયોગ્રાફી નથી, માત્ર રિયલ લાઇફથી પ્રેરિત એક નવલકથા છે. આ નોવેલમાં સુષ્મિતા અને અમિષા સંબંધિત કશું લખવામાં નથી આવ્યું.

વધુ વાંચો

વધુ વાંચો

કાજોલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે Beef ખાતી નજરે પડી હતી. જો કે, પછીથી તેણે પોતાની ભૂલ સુધારતાં લખ્યું હતું કે તે ગાય નહીં, ભેંસનું માંસ ખાઇ રહી હતી.

Read also :Controversy: કાજોલે ખરેખર BEEF ખાધું હતું કે પછી...

English summary
Director vikram bhatt accept his affair with sushmita sen.
Please Wait while comments are loading...