• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિશા પટાની રેડ હૉટ બિકિનીમાં ટાઈગર શ્રોફ સાથે મનાવી રહી છે રજાઓ, બોલ્ડ ફોટા થયા વાયરલ

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ વર્ષનો અંત એટલે કપલ્સનો સાથે રજાઓ માણવાનો સમય અને બૉલિવુડ કપલ્સની વાત કરીએ તો દિશા પટાની અને ટાઈગર શ્રોફ વિના રજાઓના ફોટાની વાત કેવી રીતે થઈ શકે. ટાઈગર શ્રોફ અને દિશા પટાની દર વર્ષની જેમ આ વર્ષે પણ સાથે-સાથેવાળા અલગ-અલગ વેકેશન પર છે. વાસ્તવમાં દિશા પટાની અને ટાઈગર શ્રોફે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના હૉલીડેથી ખૂબ જ હૉટ ફોટા પોસ્ટ કર્યા છે પરંતુ હમેશાની જેમ અલગ-અલગ. ટાઈગર અને દિશા દર વર્ષે આમ જ કરે છે પરંતુ ફેન્સ પણ ગમે ત્યાંથી પુરાવા શોધી જ લે છે કે બંને ફોટાનુ લોકેશન એક જ છે.

દિશા-ટાઈગર માણી રહ્યા છે રજાઓ

દિશા-ટાઈગર માણી રહ્યા છે રજાઓ

ટાઈગર શ્રોફ અને દિશા પટાની ઘણા વર્ષોથી સાથે છે. હાલમાં જ રિપોર્ટસમાં એ પણ હતુ કે દિશા પટાની ટાઈગર શ્રોફ સાથે તેના નવા બંગલામાં શિફ્ટ થઈ શકે છે. પરંતુ આ સમાચારોને માત્ર અફવાઓ ગણાવી દેવામાં આવી. પરંતુ દિશા, ટાઈગરના પરિવારની ઘણી નજીક છે. ગયા વર્ષે તેણે ટાઈગરના પરિવાર સાથે દુબઈમાં એક ફેમિલી ટ્રિપ પણ કરી હતી.

સાથે પસાર કર્યો ઘણો સમય

સાથે પસાર કર્યો ઘણો સમય

ઉલ્લેખનીય છે કે ટાઈગર શ્રોફ અને દિશા પટાનીએ લૉકડાઉમાં ઘણો સમય સાથે પસાર કર્યો જ્યારે દિશા પટાની, ટાઈગર શ્રોફના પરિવાર સાથે તેમના ઘરે જ રહી. આ દરમિયાન દિશા ઘણી વાર ટાઈગરની બહેન કૃષ્ણા સાથે ઘણા વીડિયો પણ શેર કરતી હતી. વળી, ફેન્સે દિશાના જન્મદિવસે તેને અને ટાઈગરને સાથે ડાંસ કરતા પણ જોયા.

ન કબૂલ્યા ડેટિંગના સમાચાર

ન કબૂલ્યા ડેટિંગના સમાચાર

ટાઈગર શ્રોફ અને દિશા પટાની ઘણા સમયથી બેસ્ટ ફ્રેન્ડ છે. બંને એકબીજાને ડેટકરવાની વાત ક્યારેય કબૂલી નથી. જો કે, કરણજોહરના ચેટ શોમાં ટાઈગરે એ વાત જરૂર કબૂલી હતી કે દિશા તેના જીવનમાં ઘણી ખાસ છે અને તે બંને દર રવિવારે ડેટ પર જરુર જાય છે જ્યાંથી પાછા આવતી વખતે તેમના હાથમાં ખાવાનો એક થેલો જરુર હોય. આ થેલાનો ઉલ્લેખ જ્યારે કૉફી વિથ કરણમાં થયો તો ટાઈગર શ્રોફનુ કહેવુ હતુ કે તે કદાચ દિશા પટાનીને બેગ પકડતો સારો લાગે છે કારણકે ફોટા તો સારા લાગે છે માટે તે બેગ પકડવાનુ નથી છોડતો.

ઘણી વાર ઉડી બ્રેકઅપની અફવાઓ

ઘણી વાર ઉડી બ્રેકઅપની અફવાઓ

દિશા પટાની દેશની નેશનલ ક્રશ છે ત્યાં ટાઈગર શ્રોફના સ્ટંટ્સ પર ફેન્સ મરતા હોય છે. આ બંનેનુ ટ્યુનિંગ હંમેશા ઘણી શાનદાર રહે છે અને માટે તેમની જોડી ફેન્સને ખૂબ ગમે છે. જો કે, આ જોડીના બ્રેકઅપના સમાચારો ઘણી વાર ઈન્ટરનેટ પર ઉડ્યા છે. ક્યારેક દિશાના આદિત્ય ઠાકરેને ડેટ કરવાના સમાચાર આવ્યા તો ક્યારેક ટાઈગર શ્રોફ અને તારા સુતારિયાના નજીક આવવાના સમાચાર આવ્યા.

સાથે ચડી સફળતાની સીડીઓ

સાથે ચડી સફળતાની સીડીઓ

દિશા પટાનીને ટાઈગર સાથે ત્યારથી જોવામાં આવી રહી છે જ્યારથી તેણે બૉલિવુડમાં એન્ટ્રી પણ નહોતી કરી. દિશા પટાનીએ ટાઈગર સાથે સૌથી પહેલા એક ડાંસ વીડિયો કર્યો હતો. ટાઈગર અને દિશાએ પોતાના કરિયરની સૌથી મોટી સફળતા એક સાથે જોઈ છે. બાગી 2 બંનેના કરિયરની સૌથી મોટી ફિલ્મ છે. આ ફિલ્મો લગભગ 25 કરોડની ઓપનિંગ કરીને સહુને ચોંકાવી દીધા હતા.

રાધેમાં થઈ ટીકા

રાધેમાં થઈ ટીકા

દિશા પટાનીએ 2021માં આવેલી ફિલ્મ રાધેમાં સલમાન ખાન સાથે કામ કર્યુ. આ ફિલ્મમાં સલમાન ખાનને રોમાન્સ કરવા માટે દિશા પટાનીને ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો. જો 2022ની વાત કરીએ તો દિશા પટાની પાસે ત્રણ ફિલ્મો છે - એક તરફ તે એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ માટે KTina નામની ફિલ્મ કરી રહી છે. વળી, મોહિત સૂરીની એક વિલેન રિટર્ન્સમાં પણ તે દેખાશે. આ ઉપરાંત દિશા પાસે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ધર્મા પ્રોડક્શનની યોદ્ધા છે.

ધમાકો કરશે ટાઈગર શ્રોફ

ધમાકો કરશે ટાઈગર શ્રોફ

વળી, ટાઈગર શ્રોફ માટે 2022 ઘણુ ધમાકેદાર સાબિત થવાનુ છે. એક તરફ તે અલી અબ્બાસ ઝફરની ફિલ્મમાં અક્ષય કુમાર સાથે એક્શન કરતા દેખાશે. વળી, તે પોતાની ફિલ્મો બાગી 4, ગણપત પાર્ટ 1 અને હીરોપંતી 2 પર પણ કામ પૂરુ કરશે. આ ઉપરાંત ટાઈગર શ્રોફ અને ઋતિક રોશનની વૉર સિક્વલ પર પણ વાત આગળ વધી શકે છે.

English summary
Disha Patani red hot bikini pic with Tiger Shroff from Maldives holiday go viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X