અવાજ સાથે આગાજ કર્યો હતો દિવ્યાએ : Happy Birthday

મુંબઈ, 25 સપ્ટેમ્બર : વીર ઝારા તથા દિલ્લી 6 જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા બૉલીવુડ અભિનેત્રી દિવ્યા દત્તા આજે 36મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. બૉલીવુડમાં 2003માં આવેલી એલઓસી કારગિલ ફિલ્મ સાથે પ્રવેશ કરનાર દિવ્યા દત્તા આજે પોતાના કૅરિયરના દસ વર્ષ પૂરા કરી ચુક્યાં છે.

જોકે દિવ્યાનો અવાજ તેમની ફિલ્મ પહેલા જ બૉલીવુડમાં ગુંજી ચુક્યો હતો. દિવ્યાએ 2001માં આવેલી ફિલ્મ કસૂરમાં લીઝા રે માટે અવાજ આપ્યો હતો. દિવ્યા દત્તા હાલ બૉલીવુડમાં સ્થાપિત થઈ ચુક્યાં છે. તેમની પ્રથમ ફિલ્મ ભલે એલઓસી કારગિલ હતી, પરંતુ તેમની નોંધ લેવાઈ હતી શાહરુખ ખાન અને પ્રીતિ ઝિંટા અભિનીત વીર ઝારા ફિલ્મ દ્વારા. 2004માં આવેલી આ ફિલ્મમાં દિવ્યાના અભિનયના વખાણ થયા હતાં. વીર ઝારામાં સપોર્ટિંગ રોલ માટે દિવ્યાને ઝી સિને ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિવ્યા દત્તા તાજેતરમાં જ કરણ જૌહર નિર્મિત ગિપ્પી ફિલ્મમાં મમ્મીના રોલમાં દેખાયા હતાં, તો તેમની છેલ્લી બે ફિલ્મો ભાગ મિલ્ખા ભાગ અને લુટેરા પણ હિટ રહી હતી.

આવો તસવીરો સાથે જાણીએ દિવ્યા દત્તા અંગે :

ભાગ્યશાળી છું

ભાગ્યશાળી છું

તાજેતરમાં જ ગિપ્પી ફિલ્મમાં દેખાયેલા દિવ્યાએ એક વાતચીત દરમિયાન જણાવ્યું - હું ભાગ્યશાળી છું કે મેં મધુર ભંડારકર તથા રાકેશ ઓમપ્રકાશ મહેરા જેવા અનેક મોટા દિગ્દર્શકો સાથે કામ કર્યું છે.

દિગ્દર્શક બનવાની ઇચ્છા

દિગ્દર્શક બનવાની ઇચ્છા

દિવ્યાએ જણાવ્યું - ભવિષ્યમાં હું ફિલ્મોનું દિગ્દર્શન કરવા માંગુ છું, પરંતુ હાલ એવું કંઈ નથી.

સહાયક બનવું જરૂરી નથી

સહાયક બનવું જરૂરી નથી

દિવ્યા દત્તા એમ પણ માને છે કે કોઈ ફિલ્મનું એકલા દિગ્દર્શન કરવા માટે એ જરૂરી નથી કે અગાઉ કોઇક દિગ્દર્શક સાથે સહાયક દિગ્દર્શક તરીકે કામ કરવામાં જ આવે.

લેખનમાં વ્યસ્ત દિવ્યા

લેખનમાં વ્યસ્ત દિવ્યા

પોતાનું પ્રથમ પુસ્તક લખવા જઈ રહેલા દિવ્યાએ જણાવ્યું - હાલ હું લેખન જ કરી રહી છું. હું લેખન અંગે કાયમ ઉત્સુક રહીછું. હાલ હું નવલકથા લખી રહી છું. લેખન મારા માટે અભિનયની જેમ જ સ્વાભાવિક છે.

ગિપ્પી મૉમ

ગિપ્પી મૉમ

દિવ્યાએ તાજેતરમાં રિલીઝ થયેલ કરણ જૌહર નિર્મિત અને સોનમ નાયર દિગ્દર્શિત ગિપ્પી ફિલ્મમાં માતાનો રોલ કર્યો હતો. ફિલ્મમાં રિયા વિજ લીડ રોલમાં હતાં.

વીર ઝારામાં બેસ્ટ અભિનય

વીર ઝારામાં બેસ્ટ અભિનય

વીર ઝારા તથા દિલ્લી 6 જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા બૉલીવુડ અભિનેત્રી દિવ્યા દત્તાને વીર ઝારામાં બેસ્ટ સપોર્ટિંગ રોલ માટે ઝી સિને ઍવૉર્ડ મળ્યો હતો.

પાંચ ફિલ્મો લાઇનમાં

પાંચ ફિલ્મો લાઇનમાં

દિવ્યા દત્તા છેલ્લે ભાગ મિલ્ખા ભાગ અને લુટેરામાં દેખાયા હતાં. તેઓની આગામી ફિલ્મોમાં ઓહ ગૉડ નો ગૉડ, દુબઈ રિટર્ન, ત્રિશા, મમ્મીજ તથા ચાલૂ મૂવીનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X