રેમ્પ વૉકમાં દિવ્યા ખોસલાનુ ખુલ્યુ હુક, ઝટથી પકડીને સંભાળી લીધુ, Video
લેક્મે ફેશન વીકમાં રેમ્પ વૉક દરમિયાન દિવ્યા ખોસલા મુશ્કેલીમાં ફસાઈ ગઈ જ્યાં તેનો ડ્રેસ ખુલી ગયો.
મુંબઈમાં થયેલ લેક્મે ફેશન વીકમાં બૉલિવુડ અભિનેત્રીઓ અને મૉડલ પોતાના જલવા વિખેરતી જોવા મળી. અભિનેત્રી દિવ્યા ખોસલા પાંચમાં દિવસે રેમ્પ પર ઉતરી. દિવ્યાના વૉકની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે પરંતુ પોતાના વૉક દરમિયાન તે મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. વાસ્તવમાં રેમ્પ વૉક શરૂ કરતી વખતે દિવ્યાનો ડ્રેસ ખુલી ગયો.

દિવ્યાએ ડ્રેસને સંભાળ્યો
વૉક દરમિયાન જેવુ દિવ્યાના લહેંગાનુ સાઈડનુ બટન ખુલ્યુ તો તેણે બહુ સહજતાથી તેને સંભાળી લીધુ. દિવ્યાએ તરત જ પોતાની કમર પર હાથ રાખીને લહેંગો પકડી લીધી અને વૉક કરવા લાગી. દિવ્યાએ આ દરમિયાન કોઈ હડબડી ન બતાવી અને એવુ અનભવવા પણ ન દીધુ કે તેની સાથે કંઈક બન્યુ છે.
|
લહેંગમાં રેમ્પ પર ઉતરી દિવ્યા
રેમ્પ પર દિવ્યાએ ફૉસિલ ગ્રે કલરનો લહેંગો પહેર્યો હતો જેની સાથે તેણે ડીપ ફ્રંટ નેકલાઈન ડિઝાઈનનો બ્લાઉઝ પહેર્યો હતો. ટી-સીરીઝના ચેરમેન અને એમડી ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમાર લેક્મે ફેશન વીકના 5માં દિવસે રેમ્પ પર ઉતરી. દિવ્યા રેમ્પ પર ઉતરી તો તેની સ્ટાઈલ આગળ બીજી મૉડલો ફીકી દેખાઈ.

સોશિયલ મીડિયા પર પ્રશંસા
જે રીતે દિવ્યાએ વૉક કરીને ખુદને સંભાળી ત્યારબાદ તેની જોરદાર પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર તેની પ્રશંસામાં લખી રહ્યા છે. ઘણા યુઝર્સે તેના પ્રેઝન્સ ઑફ માઈન્ડ અને સેલ્ફ કૉન્ફીડન્સની પ્રશંસા કરી છે.

કરીનાએ પણ કર્યુ રેમ્પ વૉક
મુંબઈં છેલ્લા એક અઠવાડિયાથી લેક્મે ફેશન વીકનુ આયોજન ચાલી રહ્યુ હતુ. આ દરમિયાન ખેલ જગતથઈ લઈને સિનેમા જગતન ઘણી હસ્તીઓએ રેમ્પ વૉક કર્યુ. લેક્મે વીકમાં છેલ્લા દિવસે કરીના કપૂરે રેમ્પ વૉક કર્યુ. કરીનેએ ગ્રીન કલરનુ ગાઉન પહેર્યુ હતુ.












Click it and Unblock the Notifications
