Pics : બીજું બાળક હાલ નહીં, પ્લીઝ અટકળો લગાવવાની જરૂર નથી
મુંબઈ, 8 ઑક્ટોબર : બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય હવે મીડિયાનો સામનો કરવાની બાબતમાં મૅચ્યોર થઈ ગયા લાગે છે. એટલે જ તો તેમણે એક બાજુ સલમાન ખાન દ્વારા વખાણ કરવાની બાબતમાં સલમાનનું નામ લીધા વગર પૂછાયેલા સવાલનો જવાબ સલમાનનું નામ લીધા વગર આપ્યું, તો બીજા બાળક અંગેનો સવાલ પણ તેઓ સિફતપૂર્વક ટાળી ગયા.
ઐશ્વર્યા રાયે મીડિયા સહિત તમામ લોકોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેમની પુત્રી આરાધ્યા બાદ તેમના બીજા બાળક અંગે કોઈ પણ જાતની અટકળો ન કરવામાં આવે. તેમણે જણાવ્યું કે જ્યારે તેમના જીવનમાં તે પળ આવશે, તો તેઓ પોતે આ અંગે ખુલાસો કરશે.
બૉલીવુડ દિવા ઐશ્વર્યા રાય બચ્ચન એક બાયોટેક્નોલૉજી કમ્પની લાઇફ સેલના માધ્યમથી સ્ટેમ સેલ સંરક્ષણના પ્રોજેક્ટ સાથે જોડાયાં છે. કમ્પની અપેક્ષાકૃત સસ્તી કિંમતમાં શિશુ સ્ટેમ સેલ ઉપલબ્ધ કરાવશે અને ઐશ્વર્યા રાય તેને લોકોને પોતાના પરિવાર અને મિત્રોમાં ભાવી વાલીઓને ઉપહાર તરીકે આપવાનો આગ્રહ કરશે.
આવો તસવીરો સાથે જાણીએ કે આ પ્રસંગે ઐશે મીડિયાના સવાલનો કેવો સિફતપૂર્વક સામનો કર્યો :

પ્રશ્નમાં પ્રશ્ન
મીડિયાએ ઐશ્વર્યાને પૂછ્યું કે શું તેઓ બીજી વખત માતા બનવા માટે સ્ટેમ સેલ બૅંકિંગનો વિકલ્પ અપનાવશે? ઐશ્વર્યા સમજી ગયાં કે મીડિયાના આ પ્રશ્નમાં બીજો પ્રશ્ન પણ સમાયેલો છે કે તેઓ બીજી વાર માતા બનશે કે નહીં અને બનશે તો ક્યારે?

અટકળો ના કરો
સમજુ ઐશે મીડિયાના આ સવાલના જવાબમાં જણાવ્યું - હું જાણુ છું કે આપ શું પૂછવા માંગો છો. જ્યારે પણ તે પળ આવશે, તો આપ સૌને જાણ થઈ જશે, પણ ત્યાં સુધી અટકળો ના કરો.

આરાધ્યા થશે બે વર્ષની
ઐશ્વર્યા હાલ પોતાના એક પુત્રી આરાધ્યા સાથે ખુશ છે કે જે આવતા મહીને બે વર્ષની થઈ જશે.

વરદાન છે દીકરી
ઐશ્વર્યાએ જણાવ્યુ - આરાધ્યા અમારા માટે જીવનમાં એક વરદાનની જેમ છે. તે બહુ બહુ ખાસ છે અને જીવનને પ્રેમાળ પૂર્ણતા આપે છે. આ અનુભવ માટે માત્ર કૃતજ્ઞ અને આભારી થઈ શકાય છે.

પહેલ કરી ચુક્યાં છે
ઐશ્વર્યાએ જણાવ્યું કે તેમના પતિ અભિનેતા અભિષેક બચ્ચન તથા તેમણે પોતાની પુત્રી આરાધ્યાના જન્મ દિવસે સ્ટેમ સેલ બૅંકિંગનો વિકલ્પ પસંદ કર્યો હતો. તેમણે ભાવિ વાલીઓને આગ્રહ કર્યો કે સ્ટેમ સેલ બૅંકિંગને એક સંવેદનશીલ રોકાણ તરીકે જુએ.












Click it and Unblock the Notifications
