Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હવે ડોલી ઉઠશે સોનમની!!! તસવીરો સાથે જુઓ આવનારી ફિલ્મો

મુંબઈ, 24 માર્ચ : બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરનું કૅરિયર હવે પુરપાટે દોડતુ થયું છે. સાવરિયા જેવી સારી ફિલ્મથી શરુઆત કર્યા છતાં આરંભે સંઘર્ષ કરનાર સોનમ માટે 2013 સફળતા લઈને આવ્યુ હતું અને તેમની બે ફિલ્મો રાંઝણા તથા ભાગ મિલ્ખા ભાગ સુપર હિટ રહી હતી.

સોનમ કપૂર માટે 2014ની શરુઆત પણ સારી થઈ કે જેમાં તેમની પ્રથમ ફિલ્મ બેવકૂફિયાં રિલીઝ થઈ. આયુષ્માન ખુરાના સાથેની ફિલ્મ બેવકૂફિયાં જોકે સોનમની બિકિનીના કારણે વધુ ચર્ચામાં રહી. છતા ફિલ્મને સારી સફળતા મળી. હવે સોનમ કપૂરની ડોલી ઉઠવાની છે. આ શીર્ષક વાંચીને કદાચ સોનમના ફૅન્સ આંચકો લાગે, પરંતુ અહીં રીયલ લાઇફની નહીં, પણ રીલ લાઇફની વાત થઈ રહી છે.

સોનમ કપૂરની આગામી ફિલ્મનું નામ છે ડૉલી કી ડોલી કે જેનું શૂટિંગ આગામી 31મી માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. અરબાઝ ખાનની આ ફિલ્મ માટે સોનમનું લુક ટેસ્ટ આજથી શરૂ થઈ ગયું છે. અરબાઝ ખાને સોમવારે ટ્વીટ કર્યું - ડૉલી કી ડૉલીનું શૂટિંગ 31મી માર્ચથી શરૂ થઈ રહ્યું છે. સોનમ કપૂર દ્વારા લુક ટેસ્ટ માટે આજે અલગ-અલગ રૂપ ધારણ કરવામાં આવી રહ્યાં છે. એક મજાનો દિવસ હોવો જોઇએ.

ચાલો તસવીરો સાથે જોઇએ કે સોનમે શું કહ્યું આ અંગે અને તેમની વધુ આગામી ફિલ્મો કઈ-કઈ છે :

સોનમ નવા રૂપ અંગે ઉત્સાહિત

સોનમ નવા રૂપ અંગે ઉત્સાહિત

સોનમ કપૂરે ટ્વીટ કર્યું - ડૉલી કી ડોલી માટે લુક ટેસ્ટ... ડૉલી માટે જુદા-જુદા રૂપો શોધવા માટે બહુ ઉત્સાહિત છું.

પુલકિત સમ્રાટ પણ

પુલકિત સમ્રાટ પણ

ડૉલી કી ડોલી ફિલ્મમાં પુલકિત સમ્રાટ પણ છે. ફિલ્મનું દિગ્દર્શન નવોદિત દિગ્દર્શખ અભિષેક ડોગરા કરશે.

ખૂબસૂરત

ખૂબસૂરત

સોનમ કપૂરની આગામી ફિલ્મોમાં ખૂબસૂરતનો પણ સમાવેશ થાય છે કે જે રેખાની ખૂબસૂરત ફિલ્મની રીમેક છે. આ ફિલ્મ અનિલ કપૂર બનાવી રહ્યાં છે. ફિલ્મમાં તેમના હીરો ફવાદ ખાન છે.

મિર્ઝા સાહિબાન

મિર્ઝા સાહિબાન

સોનમ કપૂર મિર્ઝા સાહિબાન ફિલ્મમાં પણ કામ કરી રહ્યાં છે.

કમ ઑન પપ્પૂ

કમ ઑન પપ્પૂ

ડેવિડ ધવનની ફિલ્મ કમ ઑન પપ્પૂમાં સોનમ કપૂર અક્ષય કુમાર સાથે દેખાશે. સોનમ-અક્ષયની આ પહેલી ફિલ્મ હશે.

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો

સોનમ કપૂર રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં સલમાન ખાન સાથે પહેલી વાર રૂપેરી પડદે આવવાનાં છે. આ ફિલ્મ 2015માં રિલીઝ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X