Pics : ‘પિતાની ભૂમિકા સાથે બંધાઈ નથી રહેવું’
મુંબઈ, 17 મે : 80ના દાયકાના ચૉકલેટી હીરો ઋષિ કપૂરનું કહેવું છે કે તેઓ એક કાબેલ અભિનેતા છે તથા ચરિત્ર ભૂમિકાઓ કરવી પસંદ કરશે, પરંતુ તેઓ માત્ર એક પિતા તરીકેની ભૂમિકા જ નથી કરવા માંગતાં.
અગ્નિપથની રીમેકમાં રઉફ લાલાના પાત્રમાં સૌને આશ્ચર્યમાં મૂકી દેનાર ઋષિએ જણાવ્યું - હું વિનમ્ર બનવાની કોશિશ નથી કરતો, પણ મેંવિવિધ પ્રકારના પાત્રો સાથે પ્રયોગો કર્યાં છે. હું પિતાની ભૂમિકામાં બંધાવવા નથી માંગતો. હું ચરિત્ર ભૂમિકાઓ ભજવવા માંગુ છું.
પોતાના દોરમાં બૉબી, પ્રેમ રોગ, ખેલ ખેલ મેં અને રફૂચક્કર જેવી ફિલ્મો આપનાર ઋષિ કપૂરે બૉલીવુડમાં નવી ઇનિંગ દરમિયાન ફના તથા નમસ્તે લંડન જેવી ફિલ્મોમાં પિતાની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત દો દૂની ચાર ફિલ્મમાં સ્કૂલ શિક્ષક સંતોષ દુગ્ગલની ભૂમિકા ભજવનાર ઋષિ કપૂરે જણાવ્યું - જો હું કોઈ ફિલ્મમાં છું, તો તેના નિર્માતાએ આ વાતનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવો જોઇએ કે જેથી હું અભિનય કરી શકું અને પોતાને કાબેલ અભિનેતા અનુભવી શકું. હું અભિનય પણ સારું કરવા માંગીશ. હું તે રીતે કલ્પનાઓ પણ કરી શકીશ.
ઋષિ કપૂરે આજે રિલીઝ થયેલી ઔરંગઝેબ ફિલ્મમાં હરિયાણાના પોલીસ અધિકારીનો રોલ કર્યો છે, તો ડી ડે ફિલ્મમાં ઋષિ કપૂર કથિત રીતે દાઉદ ઇબ્રાહીમના રોલમાં નજરે પડનાર છે.
આવો તસવીરોમાં જોઇએ ઋષિ કપૂરે બૉલીવુડમાં પોતાની બીજી ઇનિંગમાં ભજવેલી કેટલીક મહત્વની ભૂમિકાઓ.

ઋષિ કપૂરના ડિફરંટ રોલ્સ
અમિતાભ બચ્ચનની અગ્નિપથ ફિલ્મની રીમેકમાં ઋષિ કપૂરે રઉફ લાલાનો રોલ કર્યો હતો. ફિલ્મમાં ઋતિક રોશન લીડ રોલમાં હતાં.

ઋષિ કપૂરના ડિફરંટ રોલ્સ
આજે રિલીઝ થયેલી ઔરંગઝેબ ફિલ્મમાં ઋષિ કપૂરે હરિયાણાના પોલીસ અધિકારીનો દમદાર રોલ કર્યો છે.

ઋષિ કપૂરના ડિફરંટ રોલ્સ
દો દૂની ચાર ફિલ્મમાં ઋષિ કપૂરે પિતાની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં તેમની સાથે તેમના પત્ની નીતૂ સિંહ હતાં.

ઋષિ કપૂરના ડિફરંટ રોલ્સ
આમિર ખાનની ફના ફિલ્મમાં પણ ઋષિ કપૂર પિતાના રોલમાં હતાં.

ઋષિ કપૂરના ડિફરંટ રોલ્સ
અક્ષય કુમાર અને કૅટરીના કૈફની નમસ્તે લંડન ફિલ્મમાં ઋષિ કપૂરે કૅટરીનાના પિતાની ભૂમિકા ભજવી હતી.

ઋષિ કપૂરના ડિફરંટ રોલ્સ
આગામી ફિલ્મ ડી ડેમાં ઋષિ કપૂરનો લુક કંઇક આવો હશે. કહે છે કે આ ફિલ્મમાં ઋષિ કપૂરે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમનો રોલ કર્યો છે.

ઋષિ કપૂરના ડિફરંટ રોલ્સ
કલ કિસને દેખા ફિલ્મમાં પ્રોફેસરની ભૂમિકામાં હતાં ઋષિ કપૂર.

ઋષિ કપૂરના ડિફરંટ રોલ્સ
પટિયાલા હાઉસ ફિલ્મમાં સરદારના રોલમાં ઋષિ કપૂર.

ઋષિ કપૂરના ડિફરંટ રોલ્સ
યે હૈ જલવા ફિલ્મમાં સલમાન ખાનના નાજાયજ પિતાનો રોલ કર્યો હતો ઋષિ કપૂરે.












Click it and Unblock the Notifications
