ડ્રીમ ગર્લ બીજું અઠવાડિયું, શાનદાર કલેક્શન સાથે ફિલ્મ સુપરહિટ

આયુષ્માન ખુરના અને નુસરત ભરૂચાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ' પણ તેના બીજા અઠવાડિયામાં પણ દિલ જીતી રહી છે. બે અઠવાડિયામાં આ ફિલ્મે 110 કરોડનો આંકડો પાર કરી લીધો છે

આયુષ્માન ખુરના અને નુસરત ભરૂચાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ' પણ તેના બીજા અઠવાડિયામાં પણ દિલ જીતી રહી છે. બે અઠવાડિયામાં આ ફિલ્મે 110 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને ફિલ્મ સુપરહિટ બની ગઈ છે. ગુરુવારે આ ફિલ્મએ 3 કરોડનું કલેક્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે, આયુષ્માનની ફિલ્મ બધાઇ હો કરતાં ડ્રીમ ગર્લ બોક્સ ઓફિસ પર વધુ સારી ટ્રેન્ડ કરી રહી છે. આનો અર્થ એ કે તે આયુષ્માન ખુરાનાની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે. આ ફિલ્મ હજી નિશ્ચિતપણે થિયેટરોમાં સ્થાપિત છે અને સારી કમાણી કરી રહી છે. આયુષ્માને પણ ફિલ્મની સફળતા માટે ચાહકોનો આભાર માન્યો છે.

જો કે રિતિક રોશન - ટાઇગર શ્રોફની ફિલ્મ 'વૉર' 2 ઓક્ટોબરના રોજ રીલિઝ થઈ રહી છે. જે ડ્રીમ ગર્લની ગતિ રોકી શકે છે. પરંતુ હજુ 4 દિવસમાં, ફિલ્મ બીજું 15-20 કરોડનું કલેક્શન આરામથી કરી શકે છે. ફિલ્મે અનેક રેકોર્ડ બનાવ્યા છે.

નફાકારક ફિલ્મ

નફાકારક ફિલ્મ

તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં પણ શામેલ થઈ છે. 30 કરોડના બજેટ પર બનેલી આ ફિલ્મે 110 કરોડની કમાણી કરી છે. એટલે કે, આ ફિલ્મે અત્યાર સુધીમાં 259.33 ટકા જેટલો નફો મેળવ્યો છે.

100 કરોડ પાર

100 કરોડ પાર

આ વર્ષે અત્યાર સુધીમાં 12 ફિલ્મો 100 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. ડ્રીમ ગર્લ ટોપ ફિલ્મોમાં સામેલ થઇ ચુકી છે.

ફિલ્મ બ્લોકબસ્ટર છે

ફિલ્મ બ્લોકબસ્ટર છે

કમાણી અને નફાની બાબતમાં, ડ્રીમ ગર્લ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે. બોક્સ ઓફિસની દ્રષ્ટિએ 2019 ખૂબ સારું રહ્યું છે.

આયુષ્માનનો રેકોર્ડ

આયુષ્માનનો રેકોર્ડ

આયુષ્માને ડ્રીમ ગર્લ સાથે બેક ટુ બેક છઠ્ઠી હિટ ફિલ્મ આપી છે. બરેલી કી બર્ફી, શુભ મંગલ સાવધાન, બધાઈ હો, અંધાધુન, આર્ટિકલ 15, હવે ડ્રીમ ગર્લ..

આ પણ વાંચો: પતિ આયુષ્માન ખુરાના શૂટિંગ માટે જતા, હું રાત્રે કલાકો સુધી રડતી હતી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X