Drugs Case: ભારતી-હર્ષની જામીન અરજી પર આજે નહિ થાય સુનાવણી, આજની રાત જેલમાં

ડ્રગ્ઝ મામલે એનસીબીએ કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની જામીન અરજી પર આજે

મુંબઈઃ ડ્રગ્ઝ મામલે એનસીબીએ કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની જામીન અરજી પર આજે એનડીપીએસ કોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ સરકારી વકીલ અતુલ સરપાંડે સેશન કોર્ટની બે અલગ અલગ સુનાવણીમાં વ્યસ્ત છે. જેના કારણે તે એનસીબીનો પક્ષ રાખી શકશે નહિ. જો કે એનસીબીના અધિકારી સુનાવણી માટે કોર્ટ પાસેથી ભારતી અને હર્ષની અરજી પર સુનાવણી કરવાની અપીલ કરશે.

વધુ એક રાત જેલમાં

વધુ એક રાત જેલમાં

જો એનડીપીએસ કોર્ટે એનસીબીની વાત પર વિચાર કરીને મંગળવારે સુનાવણી કરવાનો ચુકાદો આપ્યો તો હર્ષ અને ભારતીને વધુ એક રાત જેલમાં વીતાવવી પડશે. એટલે કે ભારતી અને હર્ષની જામીન અરજી મંગળવારે(24 નવેમ્બર) થશે. આ પહેલા રવિવારે બંનેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા જ્યાં બંનેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

બંનેને અલગ અલગ જેલમાં મોકલ્યા

બંનેને અલગ અલગ જેલમાં મોકલ્યા

ભારતી સિંહને બાયકુલા જેલમાં મોકલવામાં આવી જ્યાં તે ચાર ડિસેમ્બર સુધી રહેશે. વળી, તેના પતિ હર્ષ લિંબાચિયાને તલોજા જેલમાં મોકલાયા. ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા બાદ બંનેએ વકીલ અયાઝ ખાન દ્વારા જામીન અરજી દાખલ કરી હતી જેના પર આજે સુનાવણી થવાની હતી. આ દરમિયાન એનસીબીના વકીલ અતુલ સરપાંડેએ આખા ઘટનાક્રમ વિશે જણાવ્યુ.

ભારતીના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો

ભારતીના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો

ઉલ્લેખનીય છે કે શનિવારે એક ડ્રગ્ઝ પેડલરની માહિતી મુજબ એનસીબીએ ભારતી સિંહની ઑફિસ અને ઘરે રેડ પાડી હતી. આ રેડમાં ભારતી સિંહના ઉપનગરીય વિસ્તાર અંધેરી સ્થિત તેના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તે બાદ બંનેને પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X