દુર્ગા પૂજા પંડાલમાં લાગ્યો બૉલિવુડ સ્ટાર્સનો જમાવડો, જુઓ મજાક-મસ્તીથી ભરપૂર Photos
ઘણા બૉલિવુડ સ્ટાર્સ દુર્ગા પૂજા પંડાલમાં જઈને દેવી માના આશીર્વાદ લઈ રહ્યા છે. આ પ્રસંગે ઘણા સ્ટાર્સ સોમવારે પંડાલમાં જોવા મળ્યા.
મુંબઈઃ હાલમાં સમગ્ર દેશમાં નવરાત્રિની ધૂમ છે. લોકો દેવી માના દરબારમાં આશીર્વાદ લેવા પહોંચી રહ્યા છે. પૂજા પંડાલોમાં પણ લોકો મોટી સંખ્યામાં આ વર્ષે દર્શન કરવા જઈ રહ્યા છે. બૉલિવુડ સ્ટાર્સ પણ આમાં પાછળ નથી. ઘણા બૉલિવુડ સ્ટાર્સ દુર્ગા પૂજા પંડાલમાં જઈને દેવી માના આશીર્વાદ લઈ રહ્યા છે. આ પ્રસંગે ઘણા સ્ટાર્સ સોમવારે પંડાલમાં જોવા મળ્યા. સોમવારે કાજોલ, જયા બચ્ચન, નિર્દેશક અયાન મુખર્જી સહિત ઘણા સ્ટાર્સ પંડાલમાં જોવા મળ્યા. આ દરમિયાન બધા એકસાથે ઘણી હસી-મજાક કરતા અને ક્વૉલિટી ટાઈમ પસાર કરતા જોવા મળ્યા. તમે પણ જુઓ આ ખાસ ફોટા -

કાજોલ-રાની મુખર્જી
કાજોલ અને રાની મુખર્જી સાડીમાં પૂજા પંડાલમાં દેવી માના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા. આ દરમિયાન બંને અભિનેત્રીઓ ખૂબ જ સુંદર લાગી રહી હતી. બંને સાથે હસી-મજાક કરતી પણ જોવા મળી હતી.

રણબીર પણ પહોંચ્યો
રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' હાલમાં જ રિલીઝ થઈ અને હિટ પણ થઈ છે. રણબીર કપૂર ખુદ પણ પંડાલમાં અયાન મુખર્જી સાથે પહોંચ્યો.

અયાન મુખર્જી-મૌની રૉય
નિર્દેશક અયાન મુખર્જી અને અભિનેત્રી મૌની રૉય પણ પૂજાના પંડાલમાં સ્પૉટ કરવામાં આવ્યા. મૌની રૉયે આ દરમિયાન સફેદ સાડી પહેરી હતી અને તે ઘણી સુંદર લાગી રહી હતી.

બધા સાથે દેખાયા
આ દરમિયાન કાજોલ, જયા બચ્ચન, નિર્દેશક અયાન મુખર્જી, તનીષા મુખર્જી, રાની મુખર્જી, તનુજા સહિત ઘણા સ્ટાર્સ એકબીજા સાથે વાત અને હસી-મજાક કરતા જોવા મળ્યા.

કાજોલે પ્રેમથી બતાવ્યો ગુસ્સો
કાજોલ અને જયા બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પાપારાઝી સામે કાજોલ જયા બચ્ચનને કહી રહી છે - માસ્ક તો હટાવવુ પડશે, ભલે ગમે તે થઈ જાય. ખાસ વાત એ છે કે કાજોલના પ્રેમભર્યા ગુસ્સા પછી જયા બચ્ચને માસ્ક હટાવીને ખુશીથી બધા સાથે પોઝ આપ્યા હતા.

સાડીમાં લાગી રહ્યા હતા સુંદર
પૂજાના પ્રસંગે બધી અભિનેત્રીઓ સાડીમાં જોવા મળી. સહુ કોઈ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

રણબીર-મૌની અને અયાન
આ દરમિયાન બ્રહ્માસ્ત્રની ટીમ પણ પંડાલમાં દેવીમાના આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા. મૌની રૉય, અયાન મુખર્જી અને રણબીર કપૂરે એકસાથે પાપારાઝીને પોઝ પણ આપ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
