સલમાન ખાન મારાં રોલ મૉડેલ : ઇમરાન હાશમી

મુંબઈ, 1 નવેમ્બર : થોડાંક સમય અગાઉ સમાચાર આવ્યા હતાં કે ઇમરાન હાશમી સલમાન ખાનની બરાબરી કરવા માંગે છે. ઇમારને તો અહીં સુધી કહ્યુ હતું કે સલમાન ખાનની કિસ્મત કેટલી ખરાબ છે કે તેમને કોઈ પણ ફિલ્મમાં કિસ કરવાની તક નથી મળી. જ્યારે સલમાન ખાન કાયમ ઇમરાન હાશમીના વખાણ જ કરતા રહ્યાં. સલમાન ખાને જણાવ્યું હતું કે ઇમરાન હાશમીની કાબેલિયતને ઓછી આંકવામાં આવે છે.

Salman-Emraan

સલમાન ખાન મુજબ ઇમરાન હાશમી એક બહુ જ સારા અને ઘણાં મહેનતું કલાકાર છે, પરંતુ બૉલીવુડમાં કાયમ તેમને ઓછું કરીનાં અંકાય છે. બીજી બાજુ ઇમરાન હાશમીએ તાજેતરમાં જ જણાવ્યું કે તેઓ સલમાન ખાનને પોતાનો રોલ મૉડેલ ગણે છે.

નોંધનીય છે કે સલમાનની બ્લૉક બસ્ટર એક થા ટાઇગર ફિલ્મની આસપાસ જ ઇમરાનની રાઝ 3 ફિલ્મ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ રિલીઝ થયા બાદ જ એક થા ટાઇગર ફિલ્મના બિઝનેસમાં ઘટાડો નોંધાયો હતો.

ઇમરાન હાશમીની તાજેતરમાં જ રશ ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મ અંગે ઇમરાન ઘણાં ઉત્સાહિત પણ છે. તેમના માટે આ ફિલ્મ ઘણી મહત્વ ધરાવે છે. સાથે જ ઇમરાને જણાવ્યું કે રશ, શંઘાઈ જેવી ફિલ્મો દ્વારા તેઓ પોતાની સીરિયલ કિસરની ઇમેજમાંથી બહાર આવવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે હવે લોકો તેમને થોડાંક ગંભીર પ્રકારના પાત્ર કરતાં જુએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X