Watch Song : વિદ્યા ઉવાચ : ‘કાશ! સિદ્ધાર્થ લૅઝી લૅડ હોત!’
મુંબઈ, 1 જૂન : તાજેતરમાં જ વિદ્યા બાલન અને ઇમરાન હાશમી અભિનીત ઘનચક્કર ફિલ્મનું મજાનું ગીત લૅઝી લૅડ... રિલીઝ થયું. આ ઈવેન્ટ દરમિયાન વિદ્યા અને ઇમરાન ફિલ્મમાં ભજવાયેલ પોતાના રોલ મુજબ અને તેવાં જ ડ્રેસમાં નજરે પડ્યાં. બંનેએ મીડિયા સાથે વાતચીત કરી અને ફિલ્મ સાથે જોડાયેલ પોતાના અનુભવો શૅર કર્યાં.

વિદ્યા બાલન એક બાજુ પોતાના ક્રૅઝી કૅરેક્ટરમાં નજરે પડ્યાં, તો ઇમરાન હાશમી પોતાના લૅઝી લૅડના લુકમાં દેખાયાં. તે પણ રેડ કલરના નાઇટ સૂટમાં. આ પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર ગુપ્તા પણ હાજર હતાં.
વિદ્યા અને ઇમરાન બંને સારા મૂડમાં હતાં. વિદ્યા બાલનને આ પ્રસંગે પૂછવામાં આવ્યું કે શું સિદ્ધાર્થ રૉય કપૂર પણ લૅઝી લૅડ છે, તો વિદ્યાએ જણાવ્યું - કાશ તેઓ પણ લૅઝી લૅડ હોત, પરંતુ સિદ્ધાર્થ જરાય લૅઝી લૅડ નથી અને તેઓ બહુ વધારે કામ કરે છે.
આ પ્રસંગે વિદ્યા બાલને કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2013ના પોતાના અનુભવો પણ શૅર કર્યાં અને જણાવ્યું કે ત્યાં શ્રેષ્ઠ ફિલ્મો જાવાની તક મળી.
<center><iframe width="100%" height="417" src="http://www.youtube.com/embed/tQC7rO8cjLs" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
