હવે ઇમરાન હાશમી કહેશે : દિલ હૈ કિ માનતા નહીં
મુંબઈ, 2 જુલાઈ : 90ના દાયકાની સુપરહિટ ફિલ્મ દિલ હૈ કિ માનતા નહીંની રીમેક બનવા જઈ રહી છે અને તેમાં આમિર ખાનની ભૂમિકા સીરિયલ કિસર ઇમરાન હાશમી ભજવશે.

મહેશ ભટ્ટ દિગ્દર્શિત દિલ હૈ કિ માનતા નહીં ફિલ્મ 1991માં રિલીઝ થઈ હતી અને તેના તમામ ગીતો સુપરહિટ રહ્યા હતાં. ફિલ્મમાં મહેશ ભટ્ટના પુત્રી પૂજા ભટ્ટ તથા આમિર ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે દિલ હૈ કિ માનતા નહીંની રીમેક પણ મહેશ ભટ્ટ જ બનાવી રહ્યાં છે કે જેમાં આમિર ખાન દ્વારા કરાયેલ રોલ હવે ઇમરાન હાશમી કરશે.
જોકે એમ કહે છે કે ફિલ્મની મૂળ વાર્તા મૌલિક ફિલ્મ ઉપર જ આધારિત રહેશે, પણ દિગ્દર્શકે હજી કોઈ અંતિમ નિર્ણય નથી કર્યો. મહેશ ભટ્ટે એક નિવેદનમાં જણાવ્યું - મારી આ ફિલ્મ દિલ હૈ કિ માનતા નહીં ફ્રૅંક કાપ્રાની ફિલ્મ ઇટ હૈપન્ડ વન નાઇટ પર આધારિત હતી, પરંતુ તેમાં અભિનેતાના રોલ સાથે ન્યાય નહોતો કરાયો. રીમેકમાં અમે અભિનેતાના રોલ સાથે ન્યાય કરવા માંગીએ છીએ.
નોંધનીય છે કે પૂજા ભટ્ટ કે જેઓ હવે નિર્માતા બની ચુક્યાં છે, તેમણે ગત વર્ષે આલિયા ભટ્ટ તેમજ રણબીર કપૂર સાથે દિલ હૈ કિ માનતા નહીં ફિલ્મની રીમેક બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
