એશાએ બાળકીને જન્મ આપ્યો, હેમા માલિની બન્યા નાની

Written By:
Subscribe to Oneindia News

દેઓલ અને તખ્તા પરિવારમાં ફરી ખુશીનો માહોલ ફરી વળ્યો છે. આ ખુશીનું કારણ છે એશા. રવિવારે રાત્રે 11.15એ એશા દેઓલે હિન્દુજા હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. હાલ બાળકી અને એશા દેઓલ બંન્ને સ્વસ્થ છે અને તેમને સોમવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે તેવી માહિતી મળી હતી. દેઓલ પરિવાર અને તખ્તા પરિવારના ઘરે ઘણા લાંબા સમય બાદ ફરી ખુશીઓ આવી છે. આ સાથે હેમા માલિની ફરી બીજી વખત નાની બની ગયા છે.

એશા દેઓલ

એશા દેઓલ

બાળકીના જન્મથી એશા અને ભરત અત્યંત ખુશ છે અને ભરતનું માનવું છે કે, બાળકી તેના જેવી દેખાય છે. આ કપલે પોતાની બાળકીનું નામ પહેલેથી જ વિચારી રાખ્યું છે, પરંતુ તેની જાહેરાત નેમિંગ સેરેમની દરમિયાન જ કરવામાં આવશે. તેમણે પોતના બાળકના જન્મ પહેલાં જ ઘરમાં પ્રિ-નર્સરી પણ રેડી કરી રાખી છે. એશાની ડિલીવરી નોર્મલ થઇ હતી અને આ દરમિયાન હોસ્પિટલમાં ભરત, હેમામાલિની, ધર્મેન્દ્ર,આહના અને ભરતનો આખો પરિવાર હાજર હતો.

એશા દેઓલ અને ભરત તખ્તા

એશા દેઓલ અને ભરત તખ્તા

એશા જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે તેના અનેક ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. ભરત અને એશા જ્યારે ગ્રીકમાં રજાઓ માણવા ગયા હતા ત્યારે તેમના એશાના બેબી બમ્પ સાથેના ફોટોમાં તેઓ બંને ખૂબ સુંદર લાગી રહ્યા હતા. આજ-કાલ સેલિબ્રિટીઝમાં પ્રેગનન્સી દરમિયાન પણ ફરવા જવાનો ટ્રેન્ડ ચાલ્યો છે, જેને તેઓ બેબીમૂન પણ કહે છે.

આહનાની પાર્ટી

આહનાની પાર્ટી

એશા દેઓલનું જ્યારે સાતમો મહિનો ચાલી રહ્યો હતો ત્યારે એશાની બહેન આહનાએ તેના માટે એક સપ્રાઇઝ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમા તે જાબંલી રંગના ગાઉનમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. પોતાના પ્રેગનન્સી ફેઝ દરમિયાન એશા સતત ચર્ચામાં રહી છે. આ દરમિયાન જ તેણે ઇન્સ્ટાગ્રામ પર પણ ડેબ્યૂ કરતાં તેની તસવીરો અવારનવાર સમાચારોમાં જોવા મળી છે.

એશાનું baby shower

એશાનું baby shower

દેઓલ પરિવાર અને તખ્તા પરિવારે સાથે મળીને એશાના બેબી શાવરની વિધિ અને ઉજવણી કરી હતી, જેમા એશા અને ભરત ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. હેમા માલિની પણ આ પ્રસંગમાં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એશાનો હસબન્ડ ભરત તખ્તાની એક સફળ બિઝનેસમેન છે અને આ બંને નાનપણથી એકબીજાને ઓળખતા હતા.

હેમા માલિની બની નાની

હેમા માલિની બની નાની

એશા દેઓલએ બાળકીને જન્મ આપતા હેમામાલિની બીજી વખત નાની બની ગયા છે. તેમની નાની પુત્રી આહના દેઓલે વર્ષ 2014માં વૈભવ વોહરા સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2015માં આહનાએ બાળક ડેરિન વોરાને જન્મ આપ્યા હતો. જ્યારે એશા એ 2017માં બાળકીને જન્મ આપ્યો. આમ હેમામાલિની બીજી વખત નાની બની ગયા છે.

English summary
Esha Deol blessed with a baby girl. Read more here..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.