એશા ગુપ્તાનો ટેટૂ ફ્લોન્ટ કરતો ફોટો થયો Viral!

Posted By:
Subscribe to Oneindia News

મંગળવારે એશા ગુપ્તાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા હતા, જે ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. ઉબર ગ્રીન ક્રોપ ટોપ અને ડેનિમમાં એશા ગુપ્તા ખૂબ હોટ અને ફિટ લાગી રહી છે. આમાંના એક ફોટામાં એશા ગુપ્તા પોતાનું ટેટૂ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તમે પણ જુઓ એશા ગુપ્તાના આ સુંદર અને હોટ ફોટોઝ...

પરફેક્ટ ક્લિક

પરફેક્ટ ક્લિક

એશા ગુપ્તા ગ્રીન ક્રોપ ટોપ અને અને ડેનિમનાં ખૂબ ફિટ લાગી રહી છે. તેની ડ્રેસિંગ સેન્સ અને કોન્ફિડન્સને કારણે તે હંમેશા અલગ તરી આવે છે. તે છેલ્લે અક્ષય કુમારની ફિલ્મ 'રૂસ્તમ'માં જોવા મળી હતી.

ટેટૂ

ટેટૂ

એશા ગુપ્તા આ તસવીરમાં પોતાનું ટેટૂ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ બંન્ને તસવીરો પરથી સ્પષ્ટ છે કે, તે બોલિવૂડની ફિટેસ્ટ સેલિબ્રિટીઝમાંની એક છે.

હોટ અને ફિટ

હોટ અને ફિટ

આ 31 વર્ષીય હોટ અને ફિટ એક્ટ્રેસ વર્ષ 2007માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનું ટાઇટલ જીતી ચૂકી છે. તે મિસ ઇન્ટરનેશનલ સ્પર્ધમાં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી ચૂકી છે. મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બન્યા પછીથી જ તેને ફિલ્મોની ઓફર મળવા માંડી હતી.

'જન્નત 2'થી ડેબ્યૂ

'જન્નત 2'થી ડેબ્યૂ

એશા ગુપ્તાએ વર્ષ 2012માં આવેલ ફિલ્મ 'જન્નત 2'થી ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મ માટે તેણે બેસ્ટ ડેબ્યૂનો એવોર્ડ પણ જીત્યો હતો. ત્યાર બાદ તે પોલિટિકલ ડ્રામા ફિલ્મ 'ચક્રવ્યૂહ'માં જોવા મળી હતી, જેમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. કોમેડી ફિલ્મ 'હમશકલ્સ'માં પણ જોવા મળી હતી, પરંતુ આ ફિલ્મમાં તેનું પરફોમન્સ લોકોને ખાસ પસંદ ન પડ્યું.

'રાઝ'થી મળી સક્સેસ

'રાઝ'થી મળી સક્સેસ

એશાની પહેલી કમર્શિયલ સક્સેસફુલ ફિલ્મ હતી 'રાઝ 3D'. આ સિવાય વર્ષ 2016માં આવેલ ફિલ્મ 'રૂસ્તમ'માં પણ તે નેગેટિવ પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર બાદ સૌથી વધુ એશાની એક્ટિંગ વખણાઇ હતી.

અપકમિંગ પ્રોજેક્ટ્સ

અપકમિંગ પ્રોજેક્ટ્સ

એશાએ ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધીમી શરૂઆત કરી હોય, પરંતુ તેની હાથમાં હાલ 5 ફિલ્મો છે. 'હેરા ફેરી 3', 'બાદશાહો', 'આંખે 2', 'યાર ઇવાન'(તમિલ) અને 'વીડેવાડુ'(તેલુગુ). એશા આ પહેલાં પણ એક તેલુગુ અને તમિલ ફિલ્મમાં સ્પેશિયલ એપિરિયન્સ આપી ચૂકી છે.

ટેલિવિઝનમાં એન્ટ્રી

ટેલિવિઝનમાં એન્ટ્રી

ઘણાં ઓછાને ખબર હશે કે એશા ટેલિવિઝન પર પણ ડેબ્યૂ કરી ચૂકી છે. વર્ષ 2012માં જ તેણે નેશનલ જિયોગ્રાફિક ચેનલનો એક શો હોસ્ટ કર્યો હતો, જેનું નામ હતું NAT GEO Super Cars. આ સિવાય તે લોકપ્રિય સિરિયલ 'સીઆઇડી'ના એક એપિસોડ 'ભુતિયા હવેલી'માં પણ દેખાઇ ચૂકી છે.

English summary
Esha Gupta flaunts her midriff in a uber cool green top and denims. She also flaunted her silky smooth legs and mesmerised her Instagram followers.
Please Wait while comments are loading...