ઈશા ગુપ્તાએ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટામાં બતાવ્યો બોલ્ડ અવતાર, થઈ રહ્યો છે વાયરલ
ઈશા ગુપ્તા એક વાર ફરીથી પોતાના ફોટાને લઈને ચર્ચામાં છે.
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી ઈશા ગુપ્તા એક વાર ફરીથી પોતાના ફોટાને લઈને ચર્ચામાં છે. ઈશા ગુપ્તા ઘણી વાર પોતાના બોલ્ડ ફોટાને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. એક વાર ફરીથી તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. ઈશા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના આ ફોટા શેર કર્યા છે. ઈશા તેમાં ખૂબ હૉટ લાગી રહી છે. તેના ફેન્સને આ ફોટા ખૂબ ગમ્યા છે અને તે વાયરલ થઈ ગયા છે.

સોફા પર બેસીને આપ્યો પોઝ
ઈશાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો આ ફોટો શેર કર્યો છે. ફોટામાં ઈશા બોલ્ડ અંદાજમાં સોફા પર બેઠેલી જોવા મળી રહી છે. ઈશાએ આમાં બ્લેક શૉર્ટ ડીપ નેક ડ્રેસ પહેર્યો છે. તેના ફેન્સ આ પોસ્ટ પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. હજારો યુઝર્સ ઈશાના આ ફોટા પર કમેન્ટ કરી ચૂક્યા છે.

સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે ઈશા
ઈશા ગુપ્તા છેલ્લા અમુક દિવસોથી ફિલ્મોમાં ખૂબ વધુ સક્રિય નથી પરંતુ સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા ઘણી વધુ છે. તે ઘણી વાર પોતાના બોલ્ડ ફોટા માટે છવાયેલી રહે છે. ઈશા ગુપ્તાએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં પોતાના ફોટા શેર કર્યા હતા જે ઘણા વાયરલ થયા હતા. તેના ટૉપલેસ ફોટા પણ ઘણા ચર્ચામાં રહ્યા છે.

ભદ્દી કમેન્ટનો પણ કરવો પડે છે સામનો
ઈશાને ઘણી વાર બોલ્ડ ફોટા માટે ટ્રોલ પણ કરવામાં આવે છે. તેને ઘણીવાર અસહજ કરતી કમેન્ટનો સામનો કરવો પડે છે. ફોટાને લઈને ટ્રોલિંગ પર ઈશાનુ કહેવુ છે કે તેણે આની સાથે લડતા શીખી લીધુ છે અને તેને હવે આનાથી ફરક નથી પડતો. તે એ પણ માને છે કે ટ્રોલિંગનો આધાર એક હદ સુધી જેન્ડર પણ છે. કોઈ હીરો જ્યારે શર્ટ ઉતારે ત્યારે તેની પ્રશંસા થાય છે પરંતુ આ વાત માટે અભિનેત્રીએ ગાળો ખાવી પડે છે અને તેને ટ્રોલ કરવામાં આવે છે.

ઈમરાન હાશમી સાથે કરી હતી કરિયરની શરુઆત
ઈશા ગુપ્તાએ પોતાનુ બૉલિવુડ ડેબ્યુ જન્નત 2 ફિલ્મ સાથે કર્યુ હતુ. જન્નત 2માં ઈમરાન હાશમી સાથે ડેબ્યુ કરનાર ઈશા ગુપ્તાને બેસ્ટ ડેબ્યુનુ નોમિનેશન મળ્યુ હતુ. ત્યારબાદ રાઝ 3ડી અને બાદશાહોમાં પણ ઈશા ગુપ્તા જોવા મળી હતી. જો કે, ત્યારબાદ તે ફિલ્મોમાં વધુ સફળ ન રહી. ઈશા ગુપ્તા ફિલ્મોમાં પગ મૂકતા પહેલા એક સફળ મૉડલ રહી છે. ફિલ્મોમાં આવતા પહેલા 2007માં ઈશા ગુપ્તા મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીતી ચૂકી છે.

કાસ્ટિંગ કાઉચનો પણ કર્યો સામનો
ઈશા ગુપ્તા પોતાના બેબાકી માટે પણ ઓળખાય છે. ઈશાએ હાલમાં જ કાસ્ટિંગ કાઉચ પર વાત કરીને કહ્યુ હતુ કે બૉલિવુડમાં ફિલ્મોમાં કામ આપવાના બદલામાં હીરોઈનો સાથે હોવા માટે કહેવુ એક હકીકત છે. તેણે ખુદ બે વાર આવી સ્થિતિનો સામનો કર્યો છે. તેણે એ પણ કહ્યુ કે બહારથી આવતા લોકોને આનો વધુ સામનો કરવો પડે છે અને સ્ટાર કિડ આનાથી બચી જાય છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
