એશા ગુપ્તાનો સુપરહોટ અવતાર, તસવીરો થઇ વાયરલ

Written By:
Subscribe to Oneindia News

એશા ગુપ્તા બોલિવૂડની હોટેસ્ટ એક્ટ્રેસિસમાંની એક છે. તે હંમેશા પોતાની બોલ્ડ સ્ટાયલ અને હોટ અવતારને કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને અવાર-નવાર પોતાની હોટ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક હોટ તસવીરો શેર કરી છે.

શેર કરી હોટ તસવીરો

શેર કરી હોટ તસવીરો

એશા ગુપ્તાની આ તસવીરો પર તેને ઘણી લાઇક્સ મળી રહી છે. તે આ તસવીરોમાં ખૂબ હોટ લાગી રહી છે. એશાની આ તસવીરો હાલ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે, લોકોનું ધ્યાન પોતાના તરફ કઇ રીતે ખેંચવું એ તેને બરાબર આવડે છે.

મિસ ફોટોજેનિક

મિસ ફોટોજેનિક

એશા ગુપ્તા મિસ.ફોટોજેનિકનું ટાઇટલ જીતી ચૂકી છે અને આ ટાઇટલ તેણે સાર્થક કર્યું છે. એશા પોતાની તસવીરોમાં અત્યંત સુંદર લાગી રહી છે. વર્ષ 2012માં તેણે ફિલ્મ 'જન્નત 2' દ્વારા ડેબ્યૂ કર્યું હતું.

આવતા-વેંત જ થઇ બિઝી

આવતા-વેંત જ થઇ બિઝી

બોલિવૂડમાં એશાનું ડેબ્યૂ વર્ષ ખાસું વ્યસ્ત રહ્યું હતું. તે 2012માં ત્રણ ફિલ્મોમાં જોવા મળી હતી, 'જન્નત 2', 'રાઝ 3D' અને 'ચક્રવ્યૂહ'. 'જન્નત 2' માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ મળ્યો હતો. 'ચક્રવ્યૂહ'માં પણ તેને પર્ફોમન્સના ખાસા વખાણ થયા હતા.

'રૂસ્તમ'થી ફરી આવી લાઇમલાઇટમાં

'રૂસ્તમ'થી ફરી આવી લાઇમલાઇટમાં

ત્યાર બાદ વર્ષ 2016માં અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ 'રૂસ્તમ'માં નેગેટિવ રોલ પ્લે કરી તે ફરી લાઇમલાઇટમાં આવી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગ ખૂબ વખણાઇ હતી. તેણે અક્ષય કુમારની ફિલ્મ 'બેબી'ના એક સોંગમાં પણ સ્પેશિયલ એપિરિયન્સ આપ્યું હતું.

વર્ષ 2017 છે સુપરબિઝી

વર્ષ 2017 છે સુપરબિઝી

એશા ગુપ્તાના હાથમાં આ વર્ષે પણ વિવિધ પ્રોજેક્ટ્સ છે. અજય દેવગણ સાથેની તેની ફિલ્મ 'બાદશાહો' રિલીઝ થનાર છે. આ સિવાય તે 'હેરા ફેરી 3' અને 'આંખે 2'માં પણ કામ કરી રહી છે. વળી, તેના હાથમાં એક તમિલ અને તેલુગૂ ફિલ્મ પણ છે.

English summary
Esha Gupta shares hot pictures of herself on Instagram sporting a superhot black lingerie & her followers are loving it. View the pictures here!
Please Wait while comments are loading...