સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં બોલ્ડ અંદાજમાં પહોંચી એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની, ફોટો સોશિયલ મીડિયામાં વાયર
સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો. પાર્ટીમાં શાહરૂખ ખાન સહિત એકથી એક મોટા સિતારાઓ પહોંચ્યા હતા.
મુંબઈ : આજકાલ સલમાન ખાન અને તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા છે. આ ચર્ચા પાછળનું કારણ સલમાન ખાનની બર્થ ડે પાર્ટી અને તેમાં સંગીતા બિજલાનીની ધમાકેદાર એન્ટ્રી છે. એક સમયનું બોલિવૂડનું હોટ કપલ ગણાતા સલમાન અને સંગીતા બ્રેકઅપ પછી અલગ થઈ ગયા પણ પાર્ટીમાં જે રીતે મળ્યા તેને લઈને સોશિયલ મીડિયાનો માહોલ ગરમ છે.

સલમાન ખાનનો 57મોં બર્થડે
હાલમાં જ સલમાન ખાને તેનો 57મોં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો. પાર્ટીમાં શાહરૂખ ખાન સહિત એકથી એક મોટા સિતારાઓ પહોંચ્યા હતા. આ પાર્ટીમાં સૌથી વધુ ઘ્યાન સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ ખેંચ્યુ હતુ.

સંગીતા બિજલાની બોલ્ડ અંદાજમાં પાર્ટીમાં પહોંચી
સંગીતા સલમાન ખાનની પાર્ટીમાં બોલ્ડ પર્પલ વન પીસ ડ્રેસમાં જોવા મળી હતી. અહીં સંગીતાના અંદાજે મહેફિલ લૂંટી લીધી હતી. પાર્ટીમાં સંગીતા આગ લગાવતી જોવા મળી હતી. તેની એન્ટ્રી થતા જ છવાઈ ગઈ હતી.

સંગીતા સલમાન ખાન સાથે પોઝ આપતી જોવા મળી
અહીં સંગીતા બિજલાની સલમાન ખાન સાથે પોઝ આપતી જોવા મળી હતી. સલમાન ખાન અને સંગીતા અહીં એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા હતા અને કેમેરા સામે દિલ ખોલીને પોઝ આપ્યા હતા.

સંગીતા 62 વર્ષે પણ કમાલની ખૂબસુરત લાગે છે.
અહીં તમને જણાવી દઈએ કે, સંગીતા બિજલાની 62 વર્ષની છે પરંતુ તે જે રીતે પાર્ટીમાં પહોંચી તેને જોઈને કોઈ કહી શકે નહીં કે તે 62 વર્ષની છે. અહીં તેના અંદાજે પુરી પાર્ટીમાં રોનક ફેલાવી દીધી હતી.

બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે
સલમાન ખાન અને સંગીતા બિજલાની બન્ને એકબીજાને 10 વર્ષ સુધી ડેટ કરતા રહ્યા. જો કે બ્રેકઅપ બાદ પણ બન્ને સારા મિત્રો છે અને ઘણી વખત સાથે જોવા મળે છે.

સલમાન સંગીતાની કેર કરતો જોવા મળ્યો
અહીં સંગીતાને લઈને સલમાન ખાનની ખાસ કેર પણ જોવા મળી હતી. સલમાન ખાન સંગીતાને છેક બહાર સુધી છોડવા માટે આવ્યો હતો. અહીં પ્રેમ ભર્યા અંદાજમાં વિદાય આપી હતી. સલમાન ખાને સંગીતાને માથ પર કિસ કરી હતી. તેના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે.

બન્ને 10 વર્ષ સુધી રિલેશનમાં હતા
સંગીતા બિજલાની અને સલમાન ખાન એક એડના શુટિંગ દરમિયાન મળ્યા અને પછી 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. 1986થી બન્ને સાથે હતા. જો કે લગ્ન થાય તે પહેલા જ જુદા પડી ગયા.

લગ્ન કરવાની તૈયારી પણ થઈ ગઈ હતી
સૌથી મોટી વાત એ છે કે બન્ને એકબીજાને લઈને સિરિયસ હતા. બન્નેના લગ્ન માટેની પણ તૈયારીઓ થઈ ગઈ હતી. રિપોર્ટ અનુસાર બન્નેના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. જો કે અંતે સલમાને લગ્ન કરવાની ના પાડતા બન્ને જુદા પડ્યા.

સલમાનના કારણે લગ્ન ન થઈ શક્યા
બન્નેના જુદા પડવાને લઈને ઘણી વાતો ચાલે છે. એક વાત અનુસાર, સંગીતા બિજલાનીએ સલમાન ખાનને અન્ય અભિનેત્રી સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આના કારણે બન્ને જુદા પડી ગયા.












Click it and Unblock the Notifications
