પૂનમ નશીલી, પણ નશામાં નહિં હોય નશા !
મુંબઈ, 5 નવેમ્બર : નશીલી પૂનમની એડલ્ટ ફિ્લ્મ નશા ભુંડી રીતે ફ્લૉપ થશે અરે આમ કહેવું અમારું નથી, પણ તે લોકોનું છે કે જેઓ પૂનમને પસંદ કરે છે. અમે વાત કરી રહ્યાં છીએ પૂનમના ટ્વિટર ફ્રેન્ડ્સની કે જેઓ રાત-દિવસ પૂનમની સેક્સી તસવીરો અને સેક્સી ટ્વિટનો આનંદ માણે છે.

પૂનમના આવાં જ કેટલાંક દીવાનાઓ સાથે વનઇન્ડિયાએ વાત કરી તો એક ફૅન સ્વાગત ગૌતમે જણાવ્યું કે તેઓ માને છે કે પૂનમ પાન્ડે ખૂબ નશીલી છે, પરંતુ નશામાં પણ તે નશીલી જ હશે, તેવો દાવો ન કરી શકાય, કારણ કે ફિલ્મ માટે વાર્તા તેમજ અભિનય પણ એટલી જ મહત્વની બાબતો છે અને પૂનમ આ બધાથી માઇલો દૂર છે. તેથી મારી નજરે પૂનમને ટ્વિટર પર જ દેખાવું જોઇએ, નહિં કે ફિલ્મોમાં. એમ પણ ફિલ્મ અમિત સક્સેના બનાવી રહ્યાં છે કે જેમણે જિસ્મ 2 જેવી ફ્લૉપ ફિલ્મ બનાવી હતી. ફિલ્મનું ફર્સ્ટ લુક પણ કઈં ખાસ નથી.
આપને જણાવી દઇએ કે પૂનમે પોતાની ફિલ્મ પ્રત્યે રસ જગાડવાનો ખૂબ જ અનોખો નુસ્ખો અજમાવ્યો હતો. તેણે ટ્વિટર પર એક-એક અક્ષર મુક્યો અને પછી ફૉલોઅર્સને જ નામ ગેસ કરવાનું જણાવ્યુ હતું.












Click it and Unblock the Notifications
