આ પ્રખ્યાત અભિનેતાના નિધનથી બોલીવુડમાં શોકનો માહોલ

પ્રખ્યાત બોલીવુડ અભિનેતા સલીમ ઘોષનું 70 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતાને છાતીમાં દુઃખાવાને કારણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારની સવારે તેમનું અવસાન થયું હતું.

પ્રખ્યાત બોલીવુડ અભિનેતા સલીમ ઘોષનું 70 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતાને છાતીમાં દુઃખાવાને કારણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારની સવારે તેમનું અવસાન થયું હતું. અભિનેતાના મૃત્યુની માહિતી તેના પરિવારના સભ્ય પાસેથી મળી હતી.

Salim Ghouse

સલીમ ઘોષની અભિનય કારકિર્દી

"ભારત એક ખોજ" અને "સરદારી બેગમ" અને "સોલ્જર" જેવી ઘણી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા પીઢ અભિનેતા સલીમ ઘોષનું ગુરુવારના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. ઘોષે 1978માં એક વિદ્યાર્થી તરીકે ફિલ્મ 'સ્વર્ગ નરક'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણે શ્યામ બેનેગલની 'મંથન', 'કલયુગ', 'સરદારી બેગમ' અને મહેશ ભટ્ટની 'સારંશ' અને સઈદ મિર્ઝાની 'મોહન જોશી હાજીર હો' માં પણ અભિનય કર્યો હતો. તેમણે શ્યામ બેનેગલની 1988ની પ્રખ્યાત ટીવી શ્રેણી ભારત એક ખોજના વિવિધ એપિસોડમાં રામ, કૃષ્ણ અને ટીપુ સુલતાનની ભૂમિકા ભજવી હતી.

પત્નીએ આપી માહિતી

સલીમ ઘોષની પત્ની અનિતા સલીમે પણ તેના પતિના મૃત્યુની પુષ્ટિ કરી છે. અનિતા સલીમે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, બુધવારની રાત્રે છાતીમાં દુઃખાવો અનુભવ્યા બાદ ગુરુવારની સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું. અમે સલીમને ગઈકાલે રાત્રે કોકિલાબેન હોસ્પિટલમાં લઈ ગયા અને આજે સવારે તેનું નિધન થયું હતું.

Salim Ghouse

બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા હતા સલીમ ઘોષ

સલીમ ઘોષ દુઃખને ધિક્કારતા હતા અને ઇચ્છતા હતા કે જીવન આગળ વધે છે. તેમણે સહન કર્યું નથી, તેને કોઈના પર નિર્ભર રહેવાનું પસંદ નથી. તે ખૂબ જ સ્વભિમાની વ્યક્તિ હતા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા હતા, માર્શલ આર્ટિસ્ટ હતા, નેચરલ અભિનેતા હતા, દિગ્દર્શક હતા અને રસોડામાં રસોઇ પણ બનાવતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X