અક્ષય કુમાર પ્રત્યે ખફા છે ફરાહ ખાન

મુંબઈ, 19 ઑક્ટોબર : કોરિયોગ્રાફર તથા દિગ્દર્શક ફરાહ ખાન હાલ અક્ષય કુમાર પ્રત્યે ખિજાઈ ગયાં છે. અથવા એમ કહિએ કે ખફા થઈ ગયાં છે. કારણ છે તેમની ફિલ્મ જોકર. ફરાહે હવે નક્કી કરી લીધું છે કે તેઓ માત્ર તેવા લોકોની સાથે જ ચાલશે કે જે તેમની ફિલ્મો હિટ અને ફ્લૉપ થવા જેવી બંને પરિસ્થિતિઓમાં સાથે રહે.

Akshay & Farah

ફરાહ ખાનના ફિલ્મ પ્રોડક્શનની ફિલ્મ જોકરમાં સોનાક્ષી સિન્હા તેમજ અક્ષય કુમારે લીડ રોલ કર્યો હતો. ફિલ્મ કઈં ખાસ ઉકાળી ન શકી. તેનું એક કારણ એ પણ હતું કે અક્ષયે ફિલ્મને પ્રમોટ કરવામાં વધુ રસ ન દાખવ્યો.

સમાચાર છે કે અક્ષય કુમાર અને ફરાહના પતિ શિરીષ કુંદર વચ્ચે કઈંક ટશલ ચાલી રહી છે.

અક્ષય પ્રત્યે ફરાહના દિલની ભડાસ ગઈકાલે ત્યારે ફુટી નિકળી કે જ્યારે મીડિયાએ તેમને સવાલ કર્યો કે જોકર કેમ પિટાઈ ગઈ? ફરાહે જણાવ્યું - જોકરને ઘણો રિસ્પૉન્સ મળ્યો. હકીકતમાં જોકર સાથે સંકળાયેલા લોકોએ જ તેને મારી નાંખી. તે પણ રિલીઝ થતા પહેલાં જ. સારું થયું કે ખોટું, પરંતુ મને સબક મળી ગયું છે અને હું સૌની સાથે આગળ વધી ગઈ છું. જ્યારે સ્ટાર ફિલ્મની સાથે ઊભો ન હોય, તો ફિલ્મ તમામ માટે મફતમાં થઈ જાય છે.

ફરાહે આ દરમિયાન વાતો-વાતોમાં એમ પણ જણાવી દીધું કે તેઓ અક્ષય સાથે ભવિષ્યમાં કોઈ ફિલ્મ નહિં કરે. ફરાહે જણાવ્યું - હું એવા હીરો સાથે કામ નહિં કરૂ, જે ફિલ્મ સાથે ઊભો ન રહે. હું હવે આગળ કઈં જ નહિં કહું. વાત કરવી હોય તો ઇન્ડિયા ગૉટ ટૅલેંટ અંગે કરો.

અમે આપને જણાવી દઇએ કે ફરાહ ટુંકમાં જ ઇન્ડિયા ગૉટ ટૅલેંટમાં આવનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X