‘સ્કાઈ ઈઝ પિંક'થી સામે આવ્યો પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરનો શાનદાર ફોટો
ફિલ્મ સ્કાઈ ઈઝ પિંકથી પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરનો એક શાનદાર ફોટો સામે આવ્યો છે જેમાં બંને સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે.
અભિનેતા ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપડાનો શાનદર ફિલ્મ સ્કાઈ ઈઝ પિંકનુ શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યુ છે અને ફિલ્મ વિશે અવારનવાર સમાચારો આવતા રહે છે. અત્યારે પણ પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરનો એક શાનદાર ફોટો સામે આવ્યો છે જેમાં બંને સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે. આ ફોટાને ટીમ પ્રિયંકા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ કરીને લખવામાં આવ્યુ છે કે...
અમે ફિલ્મ માટે ઘણા વધુ એક્સાઈટેડ છે કારણકે ફિલ્મ માટે લગભગ 1 મહિના 13 દિવસ અને અમુક કલાક જ બાકી છે. પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરે આ ફિલ્મ માટે ઘણી વધુ મહેનત કરી છે.

ફિલ્મ આયેશા ચૌધરી નામની છોકરીની અસલી કહાની પર બની છે કે જે Motivational Speaker છે અને pulmonary fibrosis નામની બિમારીથી પીડિત છે. ધ સ્કાઈ ઈઝ પિંક અદિતી અને નિરેન ચૌધરી નામના પ્રેમાળ કપલની કહાની છે જેમના 25 વર્ષના જીવનની કહાની સંભળાવશે તેમની આ પ્રેમાળ દીકરી આયેશા. ધ સ્કાઈ ઈઝ પિંકનો પ્રીમિયર, ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં યોજાવા જઈ રહ્યો છે. વળી, ફિલ્મ 11 ઓક્ટોબરે વર્લ્ડવાઈડ રિલીઝ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
