For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્દુ કી જવાની બૉક્સ ઑફિસ કલેક્શન- પહેલા વીકેંડમાં જ કિયારા અડવાણીની ફિલ્મને ધોબી પછાડ

ઈન્દુ કી જવાની બૉક્સ ઑફિસ કલેક્શન- પહેલા વીકેંડમાં જ કિયારા અડવાણીની ફિલ્મને ધોબી પછાડ

|
Google Oneindia Gujarati News

લૉકડાઉન બાદ આ વર્ષે થિયેટરમાં ગણતરીની ફિલ્મો જ રિલીઝ થઈ છે. લોકોને પરત થિયેટર સુધી લઈ જવાની ઉમ્મીદ કરવામાં આવી રહી હતી. પહેલા 'સૂરજ પર મંગલ ભારી' અને હવે 11 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલ ફિલ્મ 'ઈન્દૂ કી જવાની' બૉક્સ ઑફિસ પર ધોવાઈ ગઈ છે.

કિયારા અડવાણી સ્ટારર આ ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચી જવામાં નિષ્ફળ રહી. ટ્રેડ પંડિતોનું માનીએ તો ફિલ્મે પહેલા વીકેંડ સુધી 1 કરોડનો આંકડો પણ પાર નથી કર્યો. જ્યાં પહેલા દિવસ એટલે કે શુક્રવારે ફિલ્મે 25 લાખનું કલેક્શન કર્યું હતું... જ્યારે ઓપનિંગ વીકેંડ પર પણ ફિલ્મના કલેક્શનમાં કોઈ ખાસ ઉછાળો નહોતો જોવા મળ્યો... ફિલ્મ માત્ર 75 લાખ જ કમાઈ શકી.

ફ્લોપ રહી ફિલ્મ

ફ્લોપ રહી ફિલ્મ

જણાવી દઈએ કે ફિલ્મને સમીક્ષકો અને સામાન્ય પબ્લિક તરફથી નેગેટિવ પ્રતિક્રિયા મળી છે. ખાસ કરી ફિલ્મના કંટેન્ટને બિલકુલ પસંદ કરવામાં નથી આવ્યું. સ્પષ્ટ છે કે પહેલા વીકેંડ બાદ દર્શકોની સંખ્યા હજી પણ ઘટી ચૂકી છે.

ઓવરસીઝ કલેક્શન

ઓવરસીઝ કલેક્શન

ઓવરસીઝ કલેક્શનની વાત કરીએ તો અહીં પણ ઈન્દૂની જવાનીનું પ્રદર્શન કંઈ ખાસ નથી રહ્યું. પહેલા વીકેંડ સુધી ફિલ્મ ઓસ્ટ્રેલિયામાં લગભગ 5.79 લાખ રૂપિયા, ન્યૂઝીલેન્ડમાં લગભગ 1.65 લાખ રૂપિયા અને ફિઝીમાં 1.92 લાખ રૂપિયા જ કલેક્ટ કરી શકી છે.

8 મહિના સુધી બંધ હતાં થિયેટર્સ

8 મહિના સુધી બંધ હતાં થિયેટર્સ

હાલ બૉક્સ ઑફિસ કલેક્શન પર કોરોનાનો પ્રભાવ પણ બરાબરનો ચાલુ છે. 8 મહિના સુધી બંધ રહ્યા બાદ સિનેમાઘર પરત ખુલી ચૂક્યાં છે, પરંતુ છતાં પણ ટ્રેક પર આવવામાં હજી સમય લાગશે.

50 ટકા દર્શક

50 ટકા દર્શક

15 ઓક્ટોબરથી કેન્દ્ર સરકારે 50 ટકા ક્ષમતા સાથે સિનેમાઘર ખોલવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ કોવિડ 19ના પ્રકોપને પગલે દર્શ હજી પણ સિનેમાઘરે જવાથી ખચકાઈ રહ્યા છે. એવામાં જરૂરત છે એક ધમાકેદાર ફિલ્મ લાવવાની, જે સિનેમાપ્રેમિઓને થિયેટર સુધી ખેંચી શકે.

ઓટીટીનું વિશાળ માર્કેટ

ઓટીટીનું વિશાળ માર્કેટ

જ્યારે લૉકડાઉન દરમ્યાન ઓટીટીએ દર્શકો વચ્ચે એક ઉપસ્થિતિ બનાવી લીધી છે, જેનું ધ્યાન હટાવવું હવે આસાન નથી. એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ, ડિઝ્ની પ્લસ હોટસ્ટાર અને જી5 જેવા કેટલાય પ્લેટફોર્મ છે.. જેના પર અઢળક કંટેન્ટ ઉપલબ્ધ છે.

પ્રિયંકા ચોપડાની પ્રેગ્નેન્સીના ફોટા નિક જોનસ સાથે વાયરલ, ફેન્સે આપી શુભકામનાપ્રિયંકા ચોપડાની પ્રેગ્નેન્સીના ફોટા નિક જોનસ સાથે વાયરલ, ફેન્સે આપી શુભકામના

English summary
film indu ki jawani flopped on box office
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X