સૂર્યવંશી અને બેલ બૉટમ ફિલ્મની રિલીઝ ડેટને લઈ અક્ષય કુમારનું ઑફિશિયલ નિવેદન
સૂર્યવંશી અને બેલ બૉટમ ફિલ્મની રિલીઝ ડેટને લઈ અક્ષય કુમારનું ઑફિશિયલ નિવેદન
બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારની બે ફિલ્મ સૂર્યવંશી અને બેલ બૉટમ માટે ફેન્સ ઘણા લાંબા સમયથી ઈંતેજાર કરી રહ્યા છે. આ બંને ફિલ્મોની રિલીઝને લઈ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ બંને ફિલ્મ 15 ઓગસ્ટ 2021ના રોજ રિલીઝ થઈ શકે છે.
પોતાની અપકમિંગ ફિલ્મ સૂર્યવંશી અને બેલ બૉટમના રિલીઝ પર અક્ષય કુમારે ચુપ્પી તોડતા કહ્યું કે આ ફિલ્મોને લઈ ફેન્સની ઉત્સુકતા મને હમ્બલ ફીલ કરાવી રહી છે. બંને ફિલ્મના પ્રોડ્યૂસર્સે સ્પષ્ટ કર્યું કે ફિલ્મો સિનેમાઘરમાં રિલીઝ થશે એવામાં આ ફિલ્મો 15 ઓગસ્ટના દિવસે રિલીઝ નહિ થાય.

અક્ષય કુમારે કહ્યું
અક્ષય કુમાર સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ સાથે જોડાયેલ એક સીનનો ફોટો શેર કરતા કહ્યું કે- સૂર્યવંશી અને બેલ બૉટમની રિલીઝ માટે ફેન્સનો ઉત્સાહ જોઈ હું હમ્બલ છું. જો કે બંને ફિલ્મ સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થશે તે અટકળો ખોટી છે. આ બંને ફિલ્મના પ્રોડ્યૂસર્સ તેની રિલીઝ ડેટ પર કામ કરી રહ્યા છે અને યોગ્ય સમયે રિલીઝ ડેટ અનાઉન્સ કરશે. અક્ષયની આ બંને ફિલ્મ દેશભક્તિ પર આધારિત છે. કોરોના સંક્રમણ મહામારીને પગલે પાછલા થોડા સમયથી આ ફિલ્મોની રિલીઝ ડેટ સતત ટળી રહી છે.

સૂર્યવંશી અને બેલ બૉટમ ક્યારે રિલીઝ થશે
જો કે આ બંને ફિલ્મને લઈ કેટલીયવાર અહેવાલ આવ્યા કે બંને ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ શકે છે. પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું કે અક્ષય કુમારની બંને ફિલ્મ સૂર્યવંશી અને બેલ બૉટમ સિનેમાઘરમાં જ રિલીઝ થશે.

કોરોના સંકટ
અક્ષય કુમારની બે ફિલ્મો ભલે કોરોના સંકટને પગલે રિલીઝ ના થઈ શકી હોય પરંતુ જલદી જ પોતાની ફિલ્મ રામસેતૂનું શૂટિંગ શરૂ કરી ચૂક્યા છે જો કે કોરોનાને કારણે આ ફિલ્મ અટકી ગઈ છે.

જૂનમાં શરૂ થશે રામસેતુનું શૂટિંગ
અહેવાલો મુજબ રામસેતૂ ફિલ્મનું શૂટિંગ જૂન મહિનાના શરૂઆતી અઠવાડિયાથી શરૂ થઈ જશે. આ ફિલ્મમાં વીએફએક્સનો પણ યૂઝ કરવામાં આવનાર છે જેના માટે ફિલ્મસીટીમાં ખાસ સેટ લગાવવામાં આવ્યો છે. આની સાથે જ ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ શ્રીલંકામાં શૂટ થનાર છે. અક્ષય કુમાર સાથે આ ફિલ્મમાં જેકલીન ફર્નાંડિસ અને નુસરત ભરૂચા પણ જોવા મળશે.

અતરંગી રે
અક્ષય કુમાર, ધનુષ અને સારા અલી ખાનની ફિલ્મ અતરંગી રે આવનાર છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આમ તો તેની રિલીઝ ડેટ ઓગસ્ટ 2021માં ફાઈનલ થઈ હતી પરંતુ કોરોનાને પગલે અત્યારે કંઈ કહી ના શકાય.

બચ્ચન પાંડે
અક્ષય કુમાર પોતાની ફિલ્મ બચ્ચન પાંડેનું શૂટિંગ પૂર્ણ કરી ચૂક્યો છે. આ ફિલ્મ વર્ષ 2022ની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે.

પૃથ્વીરાજ
યશરાજ બેનર હેઠળ અક્ષય કુમાર પૃથ્વીરાજ નામની ફિલ્મ પણ કરી રહ્યા છે. આ ફિલ્મને દિવાળી પર રિલીઝ કરવામાં આવનાર હતી. જેનું યશરાજે ઑફિશિયલી અનાઉન્સમેન્ટ પણ કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
