પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સુધાકર બોકાડેનું નિધન
મુંબઈ, 8 જુલાઈ : ઇઝ્જતદાર તથા સાજન જેવી ફિલ્મોના નિર્માતા સુધાકર બોકાડેનું અહીં નિધન થઈ ગયું. તેઓ 57 વર્ષના હતાં. તેમનું હૃદય રોગના હુમલાના કારણે અવસાન થઈ ગયું.

છેલ્લા બે દાયકાથી ફિલ્મી જગત સાથે સંકળાયેલા સુધાકર બોકાડેએ મુંબઈ ખાતે ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલમાં રવિવારે રાત્રે છેલ્લા શ્વાસ લીધાં. તેમના પુત્રી દિવ્યા બોકાડેએ પોતાના પિતાના અવસાનની પુષ્ટિ કરી હતી.
દિવ્યાએ જણાવ્યું - સુધાકર બોકાડેને હૃદય રોગના હુમલા બાદ શનિવારના રોજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને રવિવારે રાત્રે તેમનું નિધન થઈ ગયું. તેમનું અંતિમ સંસ્કાર આજે બપોર બાદ કરવામાં આવશે.
એક ફિલ્મ નિર્માતા તરીકે સુધાકર બોકાડેએ સપને સાજન કે, ધનવાન, કલિંગા, પ્રહાર, સૌદા અને યે પ્યાર હી તો હૈ જેવી ફિલ્મો આપી હતી. સુધાકર બોકાડેના પરિવારમાં બે પુત્રીઓ દિવ્યા તથા કિરણ અને પુત્ર કૃષ્ણા છે. તેમની ખાસ સફળ ફિલ્મ સાજન હતી કે જેમાં સંજય દત્ત તથા માધુરી દીક્ષિત અને સલમાન ખાન જેવા સ્ટાર્સ હતાં.












Click it and Unblock the Notifications
