તુનિષા આત્મહત્યા કેસમાં આખરે કંગનાની એન્ટ્રી, જાણો શું કહ્યું?

કંગના રનૌત વિવાદમાં કુદી પડી છે. કંગના રનૌતે તુનિષાની આત્મહત્યાને મર્ડર ગણાવ્યુ છે.

મુંબઈ : તુનિષા શર્માની આત્મહત્યાને લઈને વિવાદ વધી રહ્યો છે ત્યારે હવે બોલિવૂડની બડબોલી એક્ટ્રેસ કંગના રનૌત પણ વિવાદમાં કુદી પડી છે. કંગના રનૌતે તુનિષાની આત્મહત્યા નહીં મર્ડર ગણાવ્યુ છે.

Kangana

24 ડિસેમ્બરે તુનિષા શર્માએ શોના સેટ પર ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોલીસે તુનિષાના એક્સ બોયફ્રેન્ડ અને કો સ્ટાર શીઝાન ખાનની ધરપકડ કરી લીધી છે. હવે આ વિવાદમાં કુદતા કંગના રનૌતે આત્મહત્યા નહીં હત્યા હોવાનો આરોપ લગાવ્યો છે. કંગનાએ આ મુદ્દે ઈન્સ્ટા પર એક પોસ્ટ મુકી છે.

ઈન્સ્ટા પોસ્ટમાં કંગના રનૌતે કહ્યું કે, સ્ત્રી દરેક વસ્તુનો સામનો કરી શકે છે, પ્રેમ, લગ્ન, સંબંધ અથવા તો કોઈ પ્રિયજનની ખોટ પણ, પરંતુ તે ક્યારેય એ હકીકતનો સામનો કરી શકતી નથી કે તેની લવ સ્ટોરીમાં ક્યારેય પ્રેમ ન હતો, તેણીનો અન્ય વ્યક્તિ માટેનો પ્રેમ માત્ર એક શોષણ હતો અથવા શારીરિક અને ભાવનાત્મક દુરૂપયોગ હતો.

કંગના રનૌતે અહીં લખ્યું કે, જ્યારે કોઈ મહિલાને છેતરપિંડીનો અનુભવ થાય છે ત્યારે તે પોતાના પર વિશ્વાસ કરી શકતી નથી. આ સ્થિતિમાં મહિલાને કોઈ ફરક નથી પડતો કે તે જીવતી છે કે મરી ગઈ છે અને તે પોતાને ખતમ કરી લે છે. આ સ્થિતિમાં જાણી લો કે તેણે આ એકલા હાથે નથી કર્યું. આ એક હત્યા છે. તૂનિષા શર્માના સંબંધીઓ પણ લવ-જેહાદના એંગલથી તપાસની માંગ કરી રહ્યા છે, જ્યારે કલાકારોના એક જૂથે પણ લવ-જેહાદના એંગલથી આ મામલાની તપાસની માંગ કરી છે.

અભિનેત્રી તુનિષા શર્મા છેલ્લે અલી બાબા : દાસ્તાન-એ-કાબુલમાં જોવા મળી હતી. તુનિષા આ શોમાં શીઝાન ખાન સાથે મુખ્ય ભૂમિકામાં હતી. તે શિવિન નારંગ સામે ઈન્ટરનેટ વાલા લવનો પણ એક ભાગ હતી. 24 ડિસેમ્બર 2022ના રોજ તુનિષા એક મ્યુઝિક વીડિયો શૂટ કરવાની હતી. તેણે તે જ દિવસે આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાની છેલ્લી ફિલ્મ અબ્બાસ મસ્તાનની 3 મંકી હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X