મુશ્કેલીમાં બેબી ડોલ કનિકા કપૂર, છેતરપિંડીનો કેસ નોંધાયો

'બેબી ડોલ મેં સોને દી' ગીત ઘ્વારા બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર સિંગર કનિકા કપૂર મુશ્કેલીમાં આવી ગયી છે. કનિકા કપૂર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

'બેબી ડોલ મેં સોને દી' ગીત ઘ્વારા બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર સિંગર કનિકા કપૂર મુશ્કેલીમાં આવી ગયી છે. કનિકા કપૂર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આખો મામલો ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લાનો છે. છેતરપિંડી નો કેસ બન્નાદેવી ચોકીમાં નોંધાયો છે. એફઆઈઆર નોઈડાની એક ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મની ફરિયાદ પર નોંધવામાં આવી છે. કનિકા કપૂર પર આરોપ છે કે આખું પેમેન્ટ લીધા પછી પણ તે પરફોર્મ કરવા આવી નહીં અને પ્રશાશનની નોટિસ આપ્યા પછી પણ પેમેન્ટ પાછું આપ્યું નહીં. પોલીસનું કહેવું છે કે કનિકા કપૂર, તેમની મેનેજર શ્રુતિ અને મુંબઈની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના મેનેજર સંતોષ મિજગર વિરુદ્ધ 420, 406 અને 507 ધારાઓમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે.

લગભગ 25 લાખ રૂપિયાનો મામલો

લગભગ 25 લાખ રૂપિયાનો મામલો

ફરિયાદ મુજબ મનોજ શર્માની ફર્મ ઘ્વારા કનિકા કપૂરને 22 જાન્યુઆરી દરમિયાન અલીગઢમાં પરફોર્મ કરવા માટે 24.95 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ તેમને પરફોર્મ કર્યું નહીં અને પૈસા પણ પાછા આપ્યા નહીં. મનોજ શર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ કનિકા વિરુદ્ધ માનહાનીનો દાવો કરશે કારણકે કનિકા કપૂર ઘ્વારા પરફોર્મન્સ કેન્સલ કરવાથી તેમનું અને તેમના ફર્મનું નામ ખરાબ થયું છે.

કનિકા કપૂર તરફથી કોઈ પણ નિવેદન આવ્યું નથી

કનિકા કપૂર તરફથી કોઈ પણ નિવેદન આવ્યું નથી

આ આખા મામલે કનિકા કપૂર અને તેમની પીઆર ટીમ તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી. પોલીસે જણાવ્યું છે કે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે અને આ મામલે એક નોટિસ કનિકા કપૂરને મોકલવામાં માટે તૈયારી કરવામાં આવી રહી છે. કનિકાએ 'બેબી ડોલ' (રાગીણી એસએમએસ), 'લવલી' (હેપી ન્યુ યર), 'ચીંટિયા કલાઇયા' (રોય) અને 'બીટ પે બ્યુટી' (ફ્લાયિંગ જટ્ટ) જેવા હિટ સોન્ગ આપ્યા છે.

એનઆરઆઈ બિઝનેસમેન સાથે થયા હતા લગ્ન, થઇ ચુક્યા તલાક

એનઆરઆઈ બિઝનેસમેન સાથે થયા હતા લગ્ન, થઇ ચુક્યા તલાક

1997 દરમિયાન જયારે કનિકા 18 વર્ષની હતી ત્યારે એનઆરઆઈ બિઝનેસમેન રાજ ચંડોક સાથે તેના લગ્ન થયા હતા અને તેમને ત્રણ બાળકો પણ થયા. પરંતુ વર્ષ 2012 દરમિયાન તેમનો તલાક થઇ ગયો. વર્ષ 2015 દરમિયાન રોય ફિલ્મનું ગીત 'ચીંટિયા કલાઇયા' ખુબ જ ફેમસ થયું. ત્યારપછી કનિકાએ સની લિયોનની ફિલ્મ એક પહેલી લીલા માં 'દેશી લૂક' ગીત ગાયું. હાલમાં કનિકા કપૂર બોલિવૂડની ફેમસ સિંગર બની ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X