For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલિસે પૂછ્યુ કેમ બહાર ફરી રહ્યા છો બહાર, જવાબ ન આપી શક્યા ટાઈગર શ્રોફ, નોંધવામાં આવ્યો કેસ

ટાઈગર શ્રોફ સામે મહામારી દરમિયાન નિયમોનુ ઉલ્લંઘન કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ સામે મહામારી દરમિયાન નિયમોનુ ઉલ્લંઘન કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યુ છે. વાસ્તવમાં ટાઈગર શ્રોફ કોઈ યોગ્ય કારણ વિના કોરોના ગાઈડલાઈનનુ ઉલ્લંઘન કરીને બહાર ફરી રહ્યા હતા ત્યારબાદ મુંબઈ પોલિસે તેમની સામે કેસ નોંધ્યો છે. મુંબઈ પોલિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે બાંદ્રા બેંડસ્ટેન્ડ પાસે સાંજે ટાઈગર શ્રોફને કોઈ યોગ્ય કારણ વિના ફરતો જોવામાં આવ્યો. જ્યારે બપોરના 2 વાગ્યા બાદ યોગ્ય કારણ વિના ઘરમાંથી બહાર જવા પર પ્રશાસને કોરોના મહામારીના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

tiger

બાંદ્રા બેંડસ્ટેન્ડ પાસે જ્યારે પોલિસની ટીમે ટાઈગર શ્રોફને જોયો તો પોલિસે તેને રોકીને તેની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન ટાઈગર શ્રોફ બહાર આવવાનુ યોગ્ય કારણ જણાવી શક્યો નહિ કે તે કેમ બહાર ફરી રહ્યો છે. ત્યારબાદ પોલિસે ટાઈગર શ્રોફની માહિતી લીધી અને આઈપીસીની યોગ્ય કલમો હેઠળ તેની સામે કેસ કરવામાં આવ્યો. ટાઈગર સામે સરકારી અધિકારીનો નિર્દેશ ન માનવાનો કેસ નોંધવામાં આવ્યો. આ ગુનો જામીનપાત્ર હોવાથી ટાઈગર શ્રોફની ધરપકડ કરવામાં આવી નહિ.

તમને જણાવી દઈએ કે મુંબઈ દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંનુ એક છે. જો કે હવે શહેરની સ્થિતિ પાટા પર આવવા લાગી છે. કોરોનાથી રિકવરી રેટ 89 ટકાથી વધીને 95 ટકા સુધી પહોંચી ગયો છે. જ્યારે એક મહિનાની અંદર કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં 79 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મે મહિનાની વાત કરીએ તો મુંબઈમાં રોજ લગભગ 3થી 4 હજાર નવા કોરોના કેસ સામે આવી રહ્યા હતા. પરંતુ હવે આ સંખ્યા ઘટીને એકથી બે હજાર સુધી પહોંચી ગઈ છે. જૂનની શરૂઆતમાં આ સંખ્યા 900ની આસપાસ છે.

English summary
FIR filled against Tiger Shroff by Mumbai police for violating pandemic protocol.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X