રૅમ્બો રાજકુમારના સેટ ઉપર આગ, શાહિદ કપૂર દાઝ્યાં
મુંબઈ, 3 મે : ફિલ્મ દિગ્દર્શક પ્રભુ દેવાની રૅમ્બો રાજકુમારના શૂટિંગ દરમિયાન અચાનક આગ લાગતાં અભિનેતા શાહિદ કપૂર દાઝી ગયાં. કહે છે કે તેમની પીઠ અને હાથો દાઝી ગયાં છે અને તેમને સાજા થવામાં કેટલાક દિવસનો સમય લાગશે.

ફિલ્મના નજીકના એક સૂત્રે જણાવ્યું - અમે ફિલ્મ માટે આગ લાગવાનું એક દૃશ્ય શૂટ કરતા હતાં. ત્યારે કૃત્રિમ રીતે આગ પેદા કરનાર સામગ્રીઓમાં આગ લાગી ગઈ અને શાહિદ તેની ઝપટે આવી ગયાં. શાહિદનો ખભો તથા હાથ દાઝી ગયાં. જોકે મોટો અકસ્માત ટળી ગયો. રૅમ્બો રાજકુમાર ફિલ્મમાં મારધાડ તથા રોમાંચક દૃશ્યો છે. પ્રભુ દ દેવા ઇચ્છે છે કે તેમની ફિલ્મ સલમાન ખાનની વૉન્ટેડ તથા અક્ષય કુમારની રાઉડી રાઠોડની જેમ રોમાંચક હોય.
આ અકસ્માત બાદ શાહિદ કપૂરે કેટલાંક દિવસો આરામ કરવો પડશે અને રૅમ્બો રાજકુમારનું શૂટિંગ તેઓ નહીં કરી શકે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા તથા પ્રભુ દેવા પણ છે.












Click it and Unblock the Notifications
