રાખી સાવંતના પતિ રિતેશનો પહેલો ઈન્ટરવ્યુ, જાણો શું કહ્યુ પોતાના સંબંધ વિશે
રાખી સાવંતના પતિએ પહેલી વાર આ લગ્ન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સમાચાર વેબસાઈટ સ્પૉટબૉયને એક ઈન્ટરવ્યુ આપ્યો છે.
હાલમાં જ બોલિવુડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતે પોતે લગ્ન કર્યા હોવાની વાત જણાવી હતી. જો કે તેની આ વાત પર કોઈને વિશ્વાસ ન આવ્યો અને બધાને લાગ્યુ કે તે માત્ર વિવાદોમાં રહેવા માટે આવુ કરી રહી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રાખી સાચુ કહી રહી હતી.

આ એવો ઈન્ટરવ્યુ છે જેની કોઈએ કલ્પના નહિ કરી હોય
રાખી સાવંતના પતિએ પહેલી વાર આ લગ્ન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સમાચાર વેબસાઈટ સ્પૉટબૉયને એક ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેમણે રાખી અને પોતાના સંબંધ વિશે ઘણુ બધુ કહ્યુ છે. ચાલો જાણીએ રાખીના પતિ તેના વિશે શું કહે છે.

આઈટી ક્ષેત્રમાં બિઝનેસમેન
રાખીના પતિને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે શું કામ કરે છે તો તેમણે જણાવ્યુ કે તે આઈટી ક્ષેત્રમાં બિઝનેસમેન છે.

ખૂબ જ સરળ વ્યક્તિ
તેમનુ કહેવુ છે કે, ‘હું ખૂબ જ સરળ વ્યક્તિ છુ જે સવારે 9 વાગે કામ માટે જાય છે અને સાંજે 6 વાગે ઘરે પાછો આવે છે. મને ખબર છે કે જ્યારે રાખીએ લગ્નની ઘોષણા કરી હતી ત્યારે ઘણા લોકોને વિશ્વાસ હતો કે હું છુ જ નહિ. પરંતુ હું અહીં છુ, તમારી સાથે વાત કરી રહ્યો છુ.'

‘તે બહુ સારી વ્યક્તિ છે'
જ્યારે તેમને તેમના લગ્નજીવન વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે સારુ ચાલી રહ્યુ છે. તે કહે છે કે રાખી કેમેરા આગળ ઘણી અલગ છે પરંતુ દિલથી તે બહુ સારી વ્યક્તિ છે.

ભગવાનની આપેલી ભેટ
રિતેશનુ કહેવુ છે કે તે રાખીમાં કોઈ બદલાવ નથી ઈચ્છતા. રાખી તેમના માટે ભગવાનની આપેલી ભેટ છે. તેમનુ કહેવુ છે કે તેમણે ક્યારેય જીવનમાં રાખી જેવી મહિલા નથી જોઈ. તે રાખીને પોતાના કરતા વધુ સારી સમજે છે. તે નથી ઈચ્છતા કે રાખીની બેબાકીથી બોલવાની આદત દૂર થઈ જાય.

હું ક્યારેય સામે નહિ આવુ
જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે તમે મીડિયા સામે કેમ નથી આવતા તો તેમણે કહ્યુ, ‘હું કેમ આવુ? મને શું મળશે? કોઈ અર્થ વગરની વિવાદિત બાબતો લખી દેવામાં આવશે. હું બહુ સરળ વ્યક્તિ છુ. તે કહે છે કે લોકોને જે વિશ્વાસ કરવો હો હું છુ કે નહિ બંને. મારો પરિવાર છે, રાખીનો પરિવાર છે. અમે બંને ખુશ છીએ. બસ આ જ જરૂરી છે. હું ક્યારેય સામે નહિ આવુ.'

વિરોધ ન કર્યો
તે કહે છે કે રાખી સાથે લગ્ન કરવાના નિર્ણય પર તેમના પરિવારે અમુક સવાલ કર્યા હતા કે રાખી લગ્નજીવનમાં કેવી રીતે રહેશે. પરંતુ તેમણે નિર્ણયનો વિરોધ ન કર્યો.

બોલ્ડ સીન કરવા માટે મનાઈ
રિતેશને જ્યારે પૂછવામાં આવ્યુ કે રાખી એ કહી ચૂકી છે કે તમે તેને બોલ્ડ સીન કરવા માટે મનાઈ કરી છે તો તેમણે કહ્યુ, ‘હા એ સાચુ છે. હવે તે પરિણીત છે, તેનુ નવુ જીવન છે. કોણ પોતાની પત્નીનુ સ્ક્રીન પર બોલ્ડ સીન કરવાનુ પસંદ કરશે? જે પણ તેણે તમને ઈન્ટરવ્યુમાં કહ્યુ તેનો દરેક શબ્દ સાચો છે. જે દિવસે મે તેને પ્રભુ ચાવલા સાથે ઈન્ટરવ્યુમાં જોઈ હતી, એ દિવસથી હું તેનો ફેન છુ. અને મે તેનુ બધુ કામ પણ જોયુ છે.'

કપડા પહેરવાની પૂરી આઝાદી
તેમણે કહ્યુ કે રાખીને મનપસંદ કપડા પહેરવાની પૂરી આઝાદી છે. રાખી તો અત્યારે ગર્ભવતી નથી પરંતુ જલ્દી થઈ જશે. રિતેશનુ કહેવુ છે કે તે બે બાળકો ઈચ્છે છે અને તેમને લાગે છે કે રાખી પહેલા દીકરીને જન્મ આપશે અને પછી દીકરાને.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
