First Look/Video : દુલ્હનનો શણગાર ઉતારી ‘મર્દાની’ બની રાણી
મુંબઈ, 29 મે : રાણી મુખર્જી એમ તો નવોઢા કહેવાય. તાજેતરમાં જ તેમના લગ્ન થયાં છે. જોકે રાણી મુખર્જીએ હનીમૂનની ઉજવણી કરી લીધી છે અને હવે તેઓ પોતાની આવનાર ફિલ્મ મર્દાનીના સેટ ઉપર પહોંચી ગયા છે.
રાણી મુખર્જી લાંબા સમયથી યશ ચોપરાના પુત્ર અને ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા સાથે ડેટિંગ કરતા હતાં. લાંબા ઇંતેજાર બાદ એક માસ પહેલા ગત એપ્રિલમાં રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાએ ઇટાલીમાં નજીકના સંબંધીઓની હાજરીમાં લગ્ન કરી લીધાં. લગ્નને એક માસ થવા આવ્યો છે અને રાણી-આદિત્ય હનીમૂની ઉપરથી પરત આવી ગયા છે.
તાજેતરમાં જ રાણી મુખર્જી આદિત્ય ચોપરાના નિર્માણ હેઠળ બની રહેલી ફિલ્મ મર્દાનીના સેટ ઉપર જોવામાં આવ્યાં. રાણી મુખર્જી ખૂબ જ ફ્રેશ જણાતા હતાં. રાણી મર્દાની ફિલ્મના શૂટિંગમાં પહોંચતા જ હવે ફિલ્મનો ફર્સ્ટ લુક પણ જારી થઈ ગયો છે. રાણી મુખર્જી છેલ્લે ઐય્યા ફિલ્મમાં દેખાયા હતાં. મર્દાનીમાં તેઓ એક પોલીસ અધિકારીનો રોલ કરી રહ્યાં છે.
ચાલો સ્લાઇડરમાં જોઇએ મર્દાની ફિલ્મનો ફર્સ્ટ લુક અને સ્લાઇડરની નીચે સેટ ઉપર રાણી મુખર્જી પહોંચ્યાનો વીડિયો :

મર્દાનીના સેટ પર રાણી
આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા બાદ અને હનીમૂન પણ ઉજવી લીધા બાદ હવે રાણી મુખર્જી મર્દાની ફિલ્મના સેટ ઉપર શૂટિંગ માટે પહોંચી ગયાં છે.

ફર્સ્ટ લુક રિલીઝ
એક માસ પહેલા જ લગ્ન કરનાર રાણીએ દુલ્હનના શણગાર છોડી મર્દાની ફિલ્મનુ શૂટિંગમાં શરૂ કરી દીધું છે અને આ સાથે જ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે.

ઇટાલીમાં થયા લગ્ન
રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાએ ગત 21મી એપ્રિલે ઈટાલી ખાતે ચુપકે-ચુપકે લગ્ન કરી લીધાં કે જેમાં નિકટના સંબંધીઓ જ હાજર રહ્યા હતાં.

લાંબો ઇંતેજાર
રાણી-આદિત્યના લગ્નના સમાચારો ઘણા સમયથી આવતા હતાં અને લાંબા ઇંતેજાર બાદ બંનેના લગ્ન થયા હતાં.

લગ્ન પહેલા જ શૂટિંગ
રાણી મુખર્જીએ મર્દાની ફિલ્મ માટેનું શૂટિંગ લગ્ન પહેલા જ શરૂ કરૂ દીધુ હતું.

પોલીસ ઑફિસરનો રોલ
મર્દાની ફિલ્મમાં રાણી મુખર્જી એક પોલીસ ઑફિસરનો રોલ કરી રહ્યાં છે.

વજન ઘટાડ્યું
રાણી મુખર્જીએ મર્દાની ફિલ્મમાં પોલીસ અધિકારીનો રોલ કરવા માટે સમીર જૌરા પાસે ટ્રેનિંગ લઈ વજન ઘટાડ્યું છે.

ઐય્યા બાદ થશે એન્ટ્રી
રાણીની છેલ્લી ફિલ્મ ઐય્યા હતી કે જે સુપર ફ્લૉપ રહી હતી. હવે મર્દાની ફિલ્મ આવી રહી છે કે જે ઑગસ્ટમાં રિલીઝ થવાની છે.
<center><div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="NTUyOTgxfHwyfHwxfHwxLDIsMQ==";var ven_width="100%";var ven_height="325";</script><script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>












Click it and Unblock the Notifications
