First Look : આમિર ખાને કેમ પહેર્યો કોર્ટ અને ઘાઘરો ?
મુંબઈ, 7 ફેબ્રુઆરી : બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન જે ન કરે તે ઓછું જ છે. ક્યારેક તેઓ પોતાની ફિલ્મના પ્રમોશન માટે અંડર ગ્રાઉંડ થઈ જાય છે, તો ક્યારેક પોલીસ ઇંસ્પેક્ટર બની ટેલીવિઝન સીરિયલોમાં કામ કરવાં લાગે છે. નવા કેસમાં તો આમિરે કમાલ જ કરી નાંખી છે. જનાબ ખૂબ જ વિચિત્ર પહેરવેશમાં લોકો સામે આવ્યા છે.

આમિર ખાને પોતાની એક તસવીર લોકો સામે રજૂ કરી છે કે જેમાં તેઓ પીળા રંગના ઘાઘરા ઉપર કોર્ટ પહેરેલ નજરે પડે છે. તેમને જોઈ સમજાતું નથી કે તેઓ છોકરીઓના કપડામાં છે કે પછી છોકરાઓનાં. તેમનો આ રૂપ ખૂબ આશ્ચર્યજનક છે. વિચિત્ર હુલિયા સાથે આમિર ખાન હાલ જયપુરમાં ફરે છે. હકીકતમાં આમિર ખાને આ વિચિત્ર રૂપ ધર્યો છે રાજકુમાર હીરાણીની ફિલ્મ પીકે માટે. ફિલ્મમાં આમિર ખાન એક દારૂડિયાની ભૂમિકામાં છે કે જે ગાંડાની જેમ ભગવાનને શોધે છે અને તે અંતે તેને મળે છે.
આપને જણાવી દઇએ કે આમિર ખાન અગાઉ દારૂડિયાના રોલમાં શાહરુખ ખાન દેવદાસમાં હતાં.












Click it and Unblock the Notifications
