For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન હોય કે શાહરૂખ, 2016માં પ્રિયંકા ચોપડા હંફાવશે બધાને!

|
Google Oneindia Gujarati News

પ્રકાશ ઝાના નિર્દેશનમાં બની રહેલી "ગંગાજલ-2" હવે "જય ગંગાજલ" થઈ ગઈ છે. ફિલ્મના બદલાયેલા નામ સાથે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રિલીઝ થઈ ચૂક્યું છે. પ્રિયંકા ચોપડાએ પોસ્ટરની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ ફેન્સ સાથે શેર કરી છે. જી હા, આ ફિલ્મ 4 માર્ચ, 2016એ રિલીઝ થઈ રહી છે.

ભાઈ, પોસ્ટર જોઈને તો લાગી રહ્યું છે કે પ્રિયંકા ચોપડા 2016માં બોલીવુડના બધાં સ્ટાર્સને દમદાર ટક્કર આપશે. વેલ "મેરીકોમ"માં પ્રિયંકાનું કામ જોયા બાદ કહેવું ખોટું નહીં હોય કે પ્રિયંકા તેના પાત્રમાં જીવ નાખવા માટે તનતોડ મહેનત કરે છે. જો કે "જય ગંગાજલ" એક દમદાર ફિલ્મ હશે તે ચોક્કસ કહી શકાય.

આવો એવી ફિલ્મોની વાત કરીએ કે જેમાં પ્રિયંકાએ ખુદને સાબિક કરી દીધી છે.

અંદાજ

અંદાજ

પોતાની ડેબ્યુ ફિલ્મમાં જ પ્રિયંકાએ સાબિત કરી દીધુ હતુ કે તે અહીં માત્ર એક બે ફિલ્મો કરવા માટે નથી આવી. અંદાજ માટે પ્રિયંકાને બેસ્ટ ડેબ્યુ એવોર્ડ પણ મળ્યો હતો.

એતરાઝ

એતરાઝ

કરિયરની શરૂઆતમાં જ પ્રિયંકા માટે નેગેટીવ ભૂમિકામાં કામ કરવું બહું મોટું રીસ્ક હતું. વેલ પ્રિયંકાએ ચેલેન્જ લીધી અને બધાંના મોઢા બંધ પણ કરી દીધા. આ ફિલ્મમાં પ્રિયંકાને નેગેટીવ રોલ કરવા માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

બ્લફમાસ્ટર

બ્લફમાસ્ટર

મોર્ડન એન્ડ સેક્સી..પ્રિયંકા ચોપડા આ ફિલ્મથી એક અલગ જ અંદાજમાં જોવા મળી છે. જી હા, બ્લફમાસ્ટર બાદ પ્રિયંકાના ફેન્સ ફોલોવર્સમાં પણ વધારો પણ થયો છે. Say na say na ગીત તો તમને યાદ જ હશે.

ડૉન

ડૉન

ફરહાન અખ્તરની ફિલ્મ ડૉન ભલે શાહરૂખ ખાનની હતી. પરંતુ પ્રિયંકાએ પણ રોમાના રોલમાં પોતાની અભૂતપૂર્વ છાપ છોડી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા એક્શન કરતી પણ નજરે પડી છે.

ફેશન

ફેશન

હવે ફેશન ફિલ્મની વાત કરીએ કે જે ફિલ્મ માટે પ્રિયંકાને બેસ્ટ એક્ટ્રેસ નેશનલ અવોર્ડ મળી જ ગયો. મધુર ભંડારકરની ફેશન સુપરહીટ રહી હતી.

દોસ્તાના

દોસ્તાના

પ્રિયંકાએ દેસી ગર્લના પાત્રને એટલું ફેસમ કરી દીધુ કે લોકો આજે પણ આ પાત્રને નથી ભૂલી શક્યા. જ્હોન અબ્રાહમ અને અભિષેકની વચ્ચે પ્રિયંકાનો સેક્સી અંદાજ બહેતરીન હતો.

વોટ્સ યોર રાશિ?

વોટ્સ યોર રાશિ?

આસુતોષ ગોવારીકરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ નહોતી કરી શકી. પરંતુ નિર્માતા-નિર્દેશકોને તે વાતનો અંદાજ જરૂરથી આવી ગયો કે પ્રિયંકા ઈચ્છે તો કંઈ પણ કરી શકે છે. ફિલ્મમાં પ્રિયંકાએ 12 અલગ અલગ ભૂમિકા ભજવી છે.

સાત ખુન માફ

સાત ખુન માફ

વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ માટે પ્રિયંકાને ફિલ્મફેર ક્રિટીક્સ અવોર્ડ અને બેસ્ટ એક્ટ્રેસ અવોર્ડ આપવામાં આવ્યો હતો.

બરફી

બરફી

ઝીલમીલના પાત્રમાં પ્રિયંકાના જેટલા વખાણ થાય ઓછા છે. માત્ર ક્રિટીક્સે જ નહીં, દર્શકોએ પણ પ્રિયંકાને આ ફિલ્મ પછી માથે બેસાડી હતી.

મેરી કોમ

મેરી કોમ

મેરીકોમના પાત્રમાં પ્રિયંકાની મહેનત આ ફિલ્મમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફિલ્મ માટે પ્રિયંકાના દિલ ખોલીને વખાણ થવા જ જોઈએ.

દિલ ધડકને દો

દિલ ધડકને દો

માત્ર એક્ટીંગ જ નહીં, પણ આ ફિલ્મમાં પ્રિયંકાની ગાયિકીને પણ પસંદ કરવામાં આવી. મલ્ટીસ્ટારર ફિલ્મમાં પ્રિયંકા પોતાની છાપ છોડવામાં સફળ રહી હતી.

English summary
Gangaajal 2 is now called Jai Gangaajal and here the first look of the poster and Priyanka Chopra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X