First Look : સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ

મુંબઈ, 31 જાન્યુઆરી : 8મી માર્ચે રિલીઝ થનાર તિગ્માંશુ ધુલિયાની બહુચર્ચિત ફિલ્મ સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સનો ફર્સ્ટ લુક લૉન્ચ થઈ ગયો છે. ફિલ્મનો પ્રથમ લુક ખૂબ પ્રભાવશાળી છે. ફિલ્મમાં લીડ રોલ જિમ્મી શેરગિલ, ઇરફાન ખાન, માહી ગિલ અને સોહા અલી ખાન કરી રહ્યાં છે.

saheb-biwi-aur-gangster-returns-first-look

ચારેની તસવીરો જોઈ લાગે છે કે ફિલ્મમાં જાણે કોઈ રાજા-મહારાણીની વાર્તા હોય. ગુલાબી રંગની સાડીમાં સોહા અલી ખાન નવાબોના બેગમ જેવા લાગે છે, તો માહી ગિલ અને ઇરફાન ખાન મૉડર્ન લુકમાં છે. જિમી શેરગિલ માથે સાફો બાંધી દેશી અંદાઝમાં છે. ફર્સ્ટ લુકમાંથી રણદીપ હુડા અને નેહા ધુપિયા ગાયબ છે.

સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ ફિલ્મ સાહેબ બીવી ઔર ગૅંગસ્ટરની સિક્વલ છે. પ્રથમ ભાગમાં લીડ રોલ માહી ગિલે કર્યો હતો. તે ફિલ્મે મોટા શહેરોમાં નહીં, પણ નાના શહેરોમાં ખૂબ સારી કમાણી કરી હતી. તે એ કાર્ડેડ ફિલ્મમાં રણદીપ હુડા તથા માહી ગિલના જોરદાર અંતરંગ દૃશ્યો હતાં. એક પતિથી અસંતુષ્ટ અને પરપુરુષ પાસેથી ફાયદા માટે સંબંધ બનાવનાર એક સ્ત્રીનું પાત્ર માહી ગિલે ખૂબ જ હૉટ અંદાઝમાં ભજવ્યુ હતું. જોઇએ આ વખતે માહી ગિલ કઈ કમાલ કરે છે?

પ્રથમ પાર્ટમાં તો માહી એકલાં જ હતાં, પરંતુ આ વખતે તેમની સાથે સોહા અલી ખાન પણ છે. જોઇએ બંને સાથે પડદાં ઉપર તિગ્માંશુ ધુલિયા કઈ કમાલ કરે છે? જોકે સોહાએ ફિલ્મના ખૂબ વખાણ કર્યાં છે, તો તિગ્માંશુનું પણ કહેવું છે કે ફિલ્મમાં બંને અભિનેત્રીઓ કરતાં વધુ સેક્સી તો ઇરફાન ખાન લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X