For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics/Trailer : પડદા પર દેખાશે ભૂતિયું ભાનગઢ : જાણો ઇતિહાસ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 4 જૂન : રાજસ્થાનમાં આવેલો ભાનગઢ કિલ્લો ભુતિયાળ કિલ્લો ગણાય છે. તે દેશનો એકમાત્ર એવો કિલ્લો છે કે જેને ભારત સરકાર દ્વારા અધિકૃત રીતે ભુતિયાળ જાહેર કરાયેલો છે. આ ભાનગઢ કિલ્લો અને તેની ભુતિયાળ વાર્તા હવે લોકોને રૂપેરી પડદે જોવા મળશે.

દિલીપ સૂદ ભાનગઢ કિલ્લા પર આધારિત ફિલ્મ ભાનગઢ લઈને આવી રહ્યાં છે. ભાનગઢ ફિલ્મમાં ગાયક આદિલ ચૌધરી પોતાના અભિનય કૅરિયરની શરૂઆત કરી રહ્યાં છે. આદિલ ચૌધરી કિસ્મત કનેક્શન ફિલ્મના ગીત મૂવ યોર બૉડી... માટે જાણીતા છે. ભાનગઢનું સંગીત પણ આદિલ અને અનિકેત કારે સાથે મળીને તૈયાર કર્યું છે. ફિલ્મના ગીતો યોગેશે લખ્યાં છે. ભાનગઢ ફિલ્મ 5મી સપ્ટેમ્બર, 2014ના રોજ રિલીઝ થશે. ભાનગઢ ફિલ્મનું શૂટિંગ રીયલ લોકેશન એટલે કે ભાનગઢ કિલ્લામાં કરવામાં આવ્યું છે.

ભાનગઢ ફિલ્મનો ફર્સ્ટ લુક અને ટ્રેલર લૉન્ચ થઈ ગયાં છે. ચાલો જોઇએ ફર્સ્ટ લુક, ભાનગઢનો ઇતિહાસ અને માણીએ ટ્રેલર :

ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે અનીત કૌર, પુનીત, હેરી અને દેબોનીતા

ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે અનીત કૌર, પુનીત, હેરી અને દેબોનીતા

જૂના કિલ્લા, મોત, હાદસાઓ, અતીત અને આત્માઓનો પોતાનો એક અલગ સંબંધ અને સંયોગ હોય છે. એવું કોઇ સ્થળ કે જ્યાં મોતનો સાયો બનીને ફરી રહી હોય એ સ્થાનો પર વ્યક્તિ પોતાના ભય પર કાબૂ નથી કરી શકતો અને એક અજબ વિશ્વની સામે જે અંગે તેને કોઇ અંદાજો નથી હોતો, ત્યાં તે ઝૂકી જાય છે. વિશ્વભરમાં આવા ઘણા જૂના કિલ્લા છે, જેનું પોતાનું એક કાળું અતીત છે અને ત્યાં આજે પણ આત્માઓનો વાસ છે. વિશ્વમાં આવા સ્થળો અંગે લોકો જાણે છે પરંતુ બહુ ઓછા લોકો હોય છે, જે તેમની સાથે રૂબરૂ થવાની હિંમત રાખે છે.

ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે અનીત કૌર

ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે અનીત કૌર

જેમ આપણે વિશ્વમાં પોતાના હોવા અથવા ના હોવા અંગેની વાત પર વિશ્વાસ કરીએ છીએ તેવી જ રીતે આપણા દિમાગના એક ખુણામાં આત્માઓની દૂનિયા હોવાનો પણ આભાસ હોય છે. એ વાત અલગ છે કે લોકો એ વાતને માનવાનો બધાની વચ્ચે ઇન્કાર કરે છે, પરંતુ પોતાના તર્કોથી તમે માત્ર તમારા દિલને તસલ્લી આપી શકો છો, વિશ્વની હકીકતને બદલી શકતા નથી. કંઇક આવું જ એક કિલ્લા અંગે છે, જે અંગે અમે તમને અહીં જણાવવા જઇ રહ્યાં છીએ. તેની સુંદર બનાવટની સાથે એક અતીત પણ તેમાં છૂપાયેલું છે. જ્યાં સુરજ ડુબતાની સાથે જ આત્માઓ કબજો કરી લે છે અને શરૂ થઇ જાય છે મોતનું તાંડવ. રાજસ્થાના દીલ સમા જયપુર સ્થિત આ કિલ્લાને ભાનગઢના કિલ્લાના નામથી ઓળખવામાં આવે છે.

ભાનગઢ ફિલ્મનું પોસ્ટર

ભાનગઢ ફિલ્મનું પોસ્ટર

ભાનગઢ કિલ્લો સતરમી સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લાનું નિર્માણ માનસિંહના નાના ભાઇ રાજા માઘો સિંહે કરાવ્યું હતું. રાજા માધો સિંહ એ સમયે અકબર સેનામાં જનરલ પદ પર તૈનાત હતા. તે સમયે ભાનગઢની જનસંખ્યા અંદાજે 10 હજાર હતી. ભાનગઢ અલ્વાર જિલ્લામાં સ્થિત એક શાનદાર કિલ્લો છે, જે ઘણા જ વિશાળ આકારમાં તૈયાર કરવામાં આવ્યો છે. ચારેકોર પર્વતોથી ઘરેલાયેલા આ કિલ્લામાં શ્રેષ્ઠ શિલ્પકલાઓનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કિલ્લામાં ભગવાન શિવ, હનુમાન વગેરેના શ્રેષ્ઠ અને અતિ પ્રાચિન મંદિરો આવેલા છે. આ કિલ્લાના કુલ પાંચ દ્વારા છે અને સાથોસાથ એક મુખ્ય દીવાલ છે. આ કિલ્લામાં મજબૂત પથ્થરોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અતિ પ્રાચિન કાળથી પોતાની યથા સ્થિતિમાં પડેલા છે.

ભાનગઢના પોસ્ટરનું અનાવરણ

ભાનગઢના પોસ્ટરનું અનાવરણ

ભાનગઢ કિલ્લો જે દેખાવે જેટલો સુંદર છે એટલું જ તેનું અતીત પણ ભયાનક છે. તમને જણાવી દઇએ કે ભાનગઢ કિલ્લા અંગે એક પ્રસિદ્ધ કહાણી છે, જે અનુસાર ભાનગઢની રાજકુમારી રત્નાવતી જે નામ અનુરૂપ ઘણી જ સુંદર હતી. તે સમયે તેમના રૂપની ચર્ચા આખા રાજ્યમાં હતી અને સાથે જ દેશના ખુણે-ખુણેથી રાજકુમાર તેમની સાથે લગ્ન કરવા ઇચ્છૂક હતા. તે સમયે માત્ર 18 વર્ષની હતી અને તેમનું યોવન તેમના રૂપમાં વધુ નિખાર લાવી ચૂક્યું હતું. તે સમયે ઘણા રાજ્યોમાંથી તેમના લગ્નના પ્રસ્તાવ આવી રહ્યાં હતા. એ દરમિયાન તે એક વાર કિલ્લામાં પોતાની સકીઓ સાથે બજારમાં નીકળી હતી. રાજકુમારી રત્નાવતી એક દૂકાને પહોચી અને અત્તરને પોતાના હાથોમાં લઇને તેની ખૂશ્બૂ લઇ રહી હતી. એ સમયે એ જ દૂકાનથી થોડેક દૂર એક સિંધિયા નામની વ્યક્તિ ઉભી રહી અને ધારી-ધારીને રાજકુમારીને જોઇ રહ્યો હતો.

દેબોનીતા, હેરી, અનીત કૌર અને પુનીત

દેબોનીતા, હેરી, અનીત કૌર અને પુનીત

સિંધિયા એ જ રાજ્યમાં રહેતો હતો અને કાળા જાદૂનો મહારથી હતો. એવું જણાવવામાં આવે છે કે તે રાજકુમારીના રૂપનો દિવાનો હતો અને તેણે પ્રગાઢ પ્રેમ કરતો હતો. તે કોઇપણ રીતે રાજકુમારીને હાંસલ કરવા માગતો હતો. તેથી તેણે આ દૂકાન પાસે આવીને એક અત્તરની બોટલ કે જેને રાણી પસંદ કરી રહી હતી, તેણે એ બોટલ પર કાળો જાદૂ કરી નાખ્યો અને રાજકુમારી પર વશીકરણ કરી નાંખ્યું હતું. રાજકુમારી રત્નાવતીએ એ અત્તરી બોટલ ઉઠાવી, પરંતુ તેણે ત્યાં જ નજીકના એક પથ્થર પર ફેંકી દીધી. પથ્થર પર પટકાતા બોટલ તૂટી ગઇ અને બધુ અત્તર એ પથ્થર પર ઢોળાઇ ગયું.

દેબોનીતા

દેબોનીતા

ત્યાર બાદ પથ્થર એ લપસ્યો અને તાંત્રિક સિંધિયાની પાછળ જોતો રહ્યો અને તાંત્રિકને કચડી નાંખ્યો, જેનું ત્યાં જ મોત થઇ ગયું. મરતા પહેલા તાંત્રિકે શાપ આપ્યો કે તે કિલ્લમાં રહેનારા તમામને મારી નાંખશે અને તેઓ બીજી વખત જન્મ નહીં લઇ શકે અને આખી જિંદગી એ લોકોની આત્મા આ કિલ્લામાં ભટકતી રહેશે. આ તાંત્રિકના મોતના થોડા સમય બાદ જ ભાનગઢ અને અજબગઢ વચ્ચે યુદ્ધ થયું જેમાં કિલ્લામાં રહેતા તમામ લોકો માર્યા હતા. ત્યાં સુધી કે રાજકુમારી રત્નાવતી પણ એ શાપથી બચી શકી નહીં અને તેમનું મૃત્યું થયું. એક જ કિલ્લામાં એક સાથે આટલા મોટા કત્લેઆમ બાદ ત્યાં મોતની ચીંખો ગુજી અને આજે પણ એ કિલ્લામાં તેમની આત્માઓ ભટકતી રહે છે.

હેરી

હેરી

હાલ આ કિલ્લાની દેખરેખ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે, કિલ્લાની ચારેકોર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ હાજર રહે છે. એએસઆઇએ સખત શબ્દોમાં કહ્યું છે કે સૂર્યાસ્ત બાદ આ વિસ્તારમાં કોઇપણ વ્યક્તિને રોકાવાની મનાઇ છે. આ કિલ્લામાં જે પણ સૂર્યાસ્ત બાદ ગયો છે તે ક્યારેય પણ પરત ફર્યો નથી. ઘણી વાર લોકોને આત્માઓએ પરેશાન કર્યા છે અને કેટલાક લોકોએ પોતાની જાન ગુમાવવાનો વારો આવ્યો છે.

મયંક જૈન, અનીત, પુનીત, દિલીપ સૂદ, દેબોનીતા, તકી ઇમામ

મયંક જૈન, અનીત, પુનીત, દિલીપ સૂદ, દેબોનીતા, તકી ઇમામ

આ કિલ્લામાં કત્લેઆમ કરવામાં આવેલા લોકોની આત્મા આજે પણ ભટકે છે. ઘણી વાર આ સમસ્યાથી લોકો રૂબરૂ થયા છે. એક વાર ભારત સરકારએ અર્ધસૈનિક દળોની એક ટૂકડી ત્યાં લગાવી હતી જેથી એ વાતનું સત્ય જાણી શકાય, પરંતુ તે પણ અસફળ રહ્યાં, ઘણા સૈનિકોએ આત્માઓ આ વિસ્તારમાં હોવાની પૃષ્ટિ કરી હતી. આ કિલ્લામાં આજે પણ જ્યારે તમે એકલા જશો તો તલવારોની ટનકાર અને લોકોની બૂમોને અનુભવી શકો છો. ઉપરાંત કિલ્લાની અંદરના રૂમોમાં મહિલાઓની રડવાનો અવાજ સાંભળવા મળે છે.

ટ્રેલર

ભાનગઢ ફિલ્મનું ટ્રેલર માણવા સ્લાઇડર પર ક્લિક કરો.

English summary
View Photos of First Look & Theatrical Trailer launch of Dilip Sood's Bhaangarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X