બૉલીવુડમાં રાજકુમાર સાથે દેખાશે ફ્રેડા પિંટો
મુંબઈ, 5 માર્ચ : આપને સ્લમડૉગ મિલેનિયરની ડસ્ટી લુક ધરાવતી અભિનેત્રી ફ્રેડા પિંટો તો જરૂર યાદ હશે. ફ્રેડા ફરી વાર બૉલીવુડમાં દેખાયાં જ નહીં. જોકે સમયાંતરે ફ્રેડા અંગેના સમાચારો આવતા રહ્યા હતાં, પરંતુ હવે આ વખતે પાકા સમાચાર આવ્યાં છે કે ફ્રેડા પિંટો ટુંકમાં જ હિન્દી સિનેમાના દર્શકો વચ્ચે આવનાર છે.

ફ્રેડા પિંટો જે ફિલ્મમાં આવી રહ્યાં છે, તેનું હજી નામ નક્કી થયું નથી. આ ફિલ્મમાં તેમના હીરો હશે રાજકુમાર યાદવ કે જેમની તાજેતરમાં જ આવેલી ફિલ્મ કાઇ પો છે હિટ રહી છે અને રાજકુમારના દમદાર અભિનયના પણ ખૂબ વખાણ થયાં છે. ફ્રેડા અને રાજકુમારની આ ફિલ્મનું દિગ્દર્શન કરશે વિક્રમાદિત્ય મોટવાણે તથા નવદીપ સિંહ. જોકે એમ કહેવાય છે કે ફિલ્મ સાઇન કરવા માટે ફ્રેડાએ કેટલીક શરતો મૂકી છે. તે અંગે હજી ખુલાસો થયો નથી.
આપને જણાવી દઇએ કે આ અગાઉ ફ્રેડા પિંટો તે વખતે વિવાદમાં આવી ગયા હતાં કે જ્યારે તેમણે જણાવ્યું હતું કે બૉલીવુડ ગોરા રંગ ઉપર જાન લુંટાવે છે. તે ગોરી ચામડીનો આશિક છે અને કારણ કે તેનો કલર તો ખૂબ કાળો છે, તેથી તેને બૉલીવુડ અને મૉડેલિંગમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
ફ્રેડા પિંટોએ જણાવ્યુ હતું કે ભારમતાં ફૅરનેસ ક્રીમની જાહેરખબરમાં દર્શાવાય છે કે છોકરો ગોરી છોકરીઓને પસંદ કરે છે, નહીં કે કાળી છોકરીને. તે જોઇને તેમને ખૂબ દુઃખ થાય છે. આ ભેદભાવ તેમની સાથે પણ થયા હતાં કે જેથી તેમને ઘણી મુશ્કેલીઓ થઈ છે. તેથી તેઓ બૉલીવુડમાં ત્યારે જ આવશે કે જ્યારે તેમને કોઈ સારી તક મળશે, પરંતુ હવે લાગે છે કે ફ્રેડા પિંટોને સારી ઑફર મળી ગઈ છે અને તેથી તેઓ બૉલીવુડમાં આવવા આતુર છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
