આવી ‘કમાલ’ તો રજની જ કરી શકે : જુઓ 44 Funny Movie Mistakes!
મુંબઈ, 1 માર્ચ : શું એવું શક્ય છે કે કોઈ વ્યક્તિ પ્રવાસ તો ટ્રેનના સ્લીપર કોચમાં કરે અને જ્યારે ઉતરાણ જનરલ ડબ્બામાંથી કરે? આપનો જવાબ ચોક્કસ નામાં જ હશે. એવું કઈ રીતે શક્ય બને. આજકાલ તો સામાન્ય મધ્યમ વર્ગના લોકો પણ જનરલ ડબ્બાની ભીડથી બચવા રિઝર્વેશન ટિકિટ લઈને જ મુસાફરી કરે છે, ત્યારે આ તો રોહિતનો રાહુલ છે. એ વળી કઈ રીતે જનરલ ડબ્બામાં મુસાફરી કરે અને સાચે જ તેણે ચેન્નઈ એક્સપ્રેસ જેવી સુપરહિટ ટ્રેનમાં પ્રવાસ તો સ્લીપર કોચમાં જ કર્યો, પણ જ્યારે ઉતરાણ જનરલ ડબ્બામાંથી કર્યો.
હવે આ ભૂલ કોણે કરી હશે? અમે વાત કરી રહ્યાં છીએ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસની કે જેના એક દૃશ્યમાં આટલો મોટો ગોટાળો દેખાઈ આવ્યો હતો. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે હતાં અને ફિલ્મ તો સુપરિહટ રહી હતી, પરંતુ સ્લીપર કોચ-જનરલ કોચની આ ફની મિસ્ટેક ઉપર કદાચ કોઈનું ધ્યાન નહોતુ ગયું. શાહરુખ ખાન પોતાના પિતાની અસ્થિઓના વિસર્જન માટે ચેન્નઈ એક્સપ્રેસના સ્લીપર કોચમાં પ્રવાસ કરે છે. તે જ દરમિયાન તે દીપિકા પાદુકોણેને પણ હાથ દઈ ડબ્બામાં ખેંચી લે છે, પરંતુ જ્યારે તે દીપિકાના પિતાના ગામમાં ઉતરાણ કરે છે, ત્યારે તેમનો ડબ્બો જનરલ દર્શાવાય છે.
આ તો શાહરુખની ધમાલ હતી, રજનીકાંત પણ આવી કમાલ કરવામાં પાવરઘા છે. રોબોટ ફિલ્મમાં રજનીકાંતની જે કારને ચિટ્ટી ડૅમેજ કરી નાંખે છે, તે બે મિનિટ બાદના દૃશ્યમાં ફરીથી નવી પેટી-પેક કાર બની જાય છે. એટલુ જ નહીં, રજનીકાંતની જ ફિલ્મ શિવાજી ધ બૉસમાં પણ કંઈક આવી જ કમાલ જોવા મળે છે.
આપને વિશ્વાસ નથી થતો? તો ચાલો આપને બતાવીએ ફિલ્મોની ફની મિસ્ટેક્સ :

એક ખુરશી ક્યાં ગઈ?
સાઉથની એક ફિલ્મના આ દૃશ્યમાં ઉપરની તસવીરમાં બે ખુરશી દેખાય છે, પરંતુ બીજા સીનમાં એક ખુરશી ગાયબ થઈ જાય છે.

ક્ષણમાં બદલાયુ પેંટ
આ તસવીરમાં જુએ. પહેલા સીનમાં હીરોના પેંટનો કલર બીજા તસવીરમાંના પેંટના કલર સાથે મૅચ થાય છે ખરો?

અને સ્પ્લેન્ડર અપાચે બની ગયું
સાઉથની જ એક ફિલ્મના એક જ દૃશ્યમાં ઉપર સ્પ્લેન્ડર રેડ બાઇક હતું અને નીચે તે ટીવીએસ અપાચે બ્લૅક બની ગયું.

કમાલની બૅબી છે...
અક્ષય કુમારની ફિલ્મ હે બૅબીના એક દૃશ્યમાં બે સેકેંડ પહેલા બૅબીએ જ કપડા પહેર્યા હતાં, તે બે સેકેંડમાં જ ચૅંજ થઈ ગયાં. કમાલની છે આ બૅબી...

અને ટાઈ આવી ગઈ
ક્ષણ ભરમાં આઇસક્રીમના પૅકિંગ પર ટાઈ પ્રગટ થઈ ગઈ.

ધોતિયામાં આવ્યા પ્રાણ!
સાઉથની એક ફિલ્મના એક્શન સીનમાં ધોતિયામાં જાણે પ્રાણ આવી ગયાં અને પડેલુ ધોતિયુ ઑટોમૅટિક ફરીથી ખભે ચઢી ગયું.

ખિસ્સાની બબાલ
ઉપરની પહેલી તસવીરમાં હીરો હીરોઇનને કહે છે કે મોબાઇલ લઈ લે, પણ હીરોને ખિસ્સુ જ નથી. બીજી તસવીરમાં હીરોઇન ખિસ્સુ શોધે છે અને ત્રીજી તસવીર જોઈને સવાલ ઊભો થાય છે કે હીરોઇને મોબાઇલ ક્યાંથી કાઢ્યો?

બૅગ એક્સચેંજ
એક સેકેંડમાં જ બે યુવતીઓના બૅગ પરસ્પર એક્સચેંજ થઈ ગયાં.

અને ડબલ સ્વિચ બની ગઈ
ટ્રેનના એક જ ડબ્બાની પહેલી તસવીરમાં એક જ સ્વિચ છે, પરંતુ બીજી તસવીરમાં તે જ જગ્યાએ બે સ્વિચ બતાવાઈ છે.

સ્લીપરમાં પ્રવાસ, જનરલમાંથી ઉતરાણ
રોહિત શેટ્ટીની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે આખો પ્રવાસ તો સ્લીપર કોચમાં કરે છે, પણ જ્યારે દીપિકાનું ગામ આવે છે, ત્યારે શાહરુખ ખાન જનરલ ડબ્બામાંથી ઉતરતાં જણાય છે.

કાર રિપૅર થઈ ગઈ
સાઉથની ફિલ્મ રોબોટના આ દૃશ્યના એક દૃશ્યમાં કાર ડૅમેજ થયેલી છે, પણ તરત જ તે બીજા દૃશ્યમાં રિપૅર થયેલી જણાય છે.

શર્ટનો રંગ ચેંજ
સાઉથની ફિલ્મ વાર્તા પડાથા વલિબર સંગમના પાકડથે પાકડથે... ગીતના દૃશ્યમાં હીરોની શર્ટનો રંગ બદલાઈ ગયો છે.

છોકરામાંથી છોકરી!
સાઉથની ફિલ્મ પોકિરીના આ દૃશ્યમાં હીરો-હીરોઇન પાછળ ઉપર છોકરો છે, પણ નીચે છોકરી આવી ગઈ.

ચેન મોટી થઈ ગઈ
રજનીકાંતની ફિલ્મ સિવાજીના આ દૃશ્યમાં તેમના કો-સ્ટારના ળાની ચેન અચાનક નાનામાંથી મોટી થઈ ગઈ.

પેંટ કોણ લઈ આવ્યું?
સાઉથની ફિલ્મ ઘિલ્લીના એક જ દૃશ્યની બે તસવીરો કે જેમાં ઉપર હીરોએ પેંટ નથી પહેર્યું, પણ નીચે પહેરેલું જણાય છે.

બાઇક ચેંજ
સાઉથની ફિલ્મ સિલ્લુનુ ઓરૂ કધલના એક જ દૃશ્યમાં બે બાઇક જણાય છે.

બે વર્ષ પાછળ...
સાઉથની ફિલ્મ રાજા રાણીના ગીત રિંગા રિંગા... કમ્પોઝ તો થયું 2009માં, પણ અભિનેત્રી કીર્તન 2007માં નાચે છે.

ટ્રિગર દબાયા વગર ગોળી ચાલી
સાઉથની ફિલ્મ ઈગાના આ દૃશ્યમાં જુઓ ટ્રિગર દબાયા વગર જ ગોળી ચાલે છે અને નિશાન પણ લાગી જાય છે. છે ને કમાલ!

ડબ્બી દબલાઈ
સાઉથની ફિલ્મના એક દૃશ્યમાં હીરોઇન જ્યારે ડબ્બી ખોલે છે અને જ્યારે બંધ કરે છે. તે જ દરમિયાન ડબ્બી બદલાઈ જાય છે.

આવી પણ ગરબડ થાય
સાઉથની ફિલ્મ નનબનના એક દૃશ્યમાં આવી ગરબડ થઈ હતી.

જૂતાં બદલાયાં
કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમના આ દૃશ્યમાં જૂતાં ચેંજ થઈ ગયાં છે.

બાઇક બદલાયું
સાઉથની ફિલ્મ દીપાવલીના પોગાથે... ગીત દરમિયાન બાઇક બદલાયેલું જણાય છે.

ટાઇમ ચેંજ
સાઉથની ફિલ્મ પોડા પોડીના એક જ દૃશ્યમાં ઘડિયાળનો સમય અલગ-અલગ દર્શાય છે.

આવી પણ ગરબડ થાય
સાઉથની ફિલ્મ સ્વામીના આ દૃશ્યમાં જોઈ જાઓ કેવી ગરબડો થઈ છે.

કાગળિયા ક્યાંથી આવ્યાં?
સાઉથની ફિલ્મ સિંઘમના એક દૃશ્યમાં હીરોના હાથમાં કાગળિયા નહોતાં અને તરત જ બીજા દૃશ્યમાં કાગળિયા આવી ગયાં.

ચપ્પલ બદલાયાં!
સાઉથની ફિલ્મ આએગનના ગીત હે સાલા, આએગન... દરમિયાન પહેલા દૃશ્યમાં હીરોઇનના ચપ્પલ જુદા છે અને બીજા દૃશ્યમાં જુદાં છે.

પળ ભરમાં દીવાળનું સમારકામ!
સાઉથની એક ફિલ્મના આ બે દૃશ્યો જોઇએ તો કહી શકાય કે પળ ભરમાં કેવી રીતે દીવાળનું સમારકામ થઈ ગયુ છે!

કમાલનું કડું
સાઉથની ફિલ્મ ગોવાના એક્શન દૃશ્યોમાં જુઓ હીરોના હાથના કડાની કમાલ. ક્યારેક આવે છે અને ક્યારેક ગાયબ થઈ જાય છે.

બોર્ડ ગાયબ
સાઉથની ફિલ્મ અટ્ટારિન્ટિકી દરેડીમાં એક જ દૃશ્યમાં હીરો-હીરોઇનની પાછળ રહેલ બોર્ડ અને ટ્રેનના પાટા પાસેની વસ્તુ પણ ગાયબ થઈ ગઈ.

મોબાઇલ ઉંધો
સાઉથની જ એક ફિલ્મના દૃશ્યમાં મોબાઇલ ઉંધો પકડવામાં આવ્યો છે.

ફર્શ ચેંજ
સાઉથની ફિલ્મ એથિર નીચલમાં હીરો જ્યારે સૂતો હોય છે, ત્યારે ફર્શ જુદી છે, પણ હીરોઇન આવતા તે બેઠો થયો, ત્યારે ફર્શ જુદી દેખાય છે.

બોતલ ગાયબ
સાઉથની ફિલ્મ ઓરૂ કાલ ઓરૂ કન્નડીના ઉપરના દૃશ્યમાં હીરોના હાથે બોતલ છે, પણ નેક્સ્ટ કટમાં તે ગાયબ થઈ ગઈ છે.

પાવર ઑફ વિજય
સાઉથની ફિલ્મ ઘિલ્લીમાં જુઓ હીરો વિજયે કોકની બોતલ ખાલી કરીને ફેંકી અને જે બોતલ નીચે પડી, તે કોકાકોલાની બોતલ હતી.

પેંટનું કલર બદલાયું
સાઉથની ફિલ્મ અય્યાનના એક દૃશ્યમાં સેમ સિક્વન્સ છતાં જીન્સનું કલર બદલાઈ ગયું છે.

ફ્લોર ચેંજ
સાઉથની ફિલ્મ થુપ્પાક્કીના એક જ દૃશ્યમાં જુઓ ફટાક કરીને ફ્લોર ચેંજ થઈ ગયું.

કેટલું વૈવિધ્ય
સાઉથની ફિલ્મ વર્ણમ આઇરામના એક જ સીનમાં કેટલું બધું વૈવિધ્ય દર્શાય છે.

બક્કલ ક્યાંથી આવ્યું?
લાઇફ ઑફ પાઇ ફિલ્મના ઉપરના દૃશ્યમાં બાળકીના વાળે બક્કલ નથી, પણ નીચેના દૃશ્યમાં બક્કલ ક્યાંથી આવી ગયું?

ઘણી વસ્તુઓ ગાયબ
સાઉથની ફિલ્મ ઓરૂ કાલ ઓરૂ કન્નડીના આ એક જ દૃશ્યની બે તસવીરો. જુઓ કેટલીક વસ્તુઓ ગાયબ છે.

સેકેંડદીઠ બદલાતી કલાક
રજનીકાંતની ફિલ્મ સિવાજીનું આ એક્શન દૃશ્ય જુઓ. એ જ હીરો અને એ જ વિલન અને એક જ દૃશ્ય, પણ જાણે દરક સેકેંડે કલાક બદલાઈ જાય છે. પહેલા દૃશ્યમાં ઘડિયાળામાં 3.45, બીજામાં 4.10 અને ત્રીજામાં 4.15 વાગેલા દર્શાય છે.

ટોટલમાં મિસ્ટેક
સાઉથની ફિલ્મ નેરામના એક દૃશ્યમાં એક રેસ્ટોરંટનું બિલ 464 રુપિયા દર્શાવાયું છે, પણ આ સરવાળો 444 રુપિયા જ થાય છે. આપ પણ ગણીને જોઈ શકો છો!

મૅસેજ ટાઇમમાં ગરબડ
સાઉથની ફિલ્મ વિન્નૈથાન્ડી વરુવાયાના એક દૃશ્યમાં હીરો સિમ્બુએ સાંજે 5.15 વાગ્યે મૅસેજ મોકલ્યો, પણ હીરોઇન ત્રિશાએ રાત્રે 10.19 વાગ્યે રિપ્લાય કર્યો. એક સવાલનો જવાબ આપવામાં પાંચ કલાકનો સમય લાગી ગયો?

એંસીના દાયકામાં સીસીટીવી કૅમેરો?
સાઉથની ફિલ્મ વારાનમ અયિરામનો પ્લૉટ 1980ના દાયકાનો હતો, પણ તેમાં સીસીટીવી કૅમેરો પણ દેખાય છે. હવે વિચાર કરો કે 80ના દાયકામાં સીસીટીવી કૅમેરો ક્યાં હતો?

કમ્પાઉંડ વૉલ જુદી
સાઉથની જ એક ફિલ્મના એક જ દૃશ્યમાં બે જુદી-જુદી કમ્પાઉંડ વૉલ દર્શાય છે.

પડછાયાનો ફેર
સાઉથની ફિલ્મ થુપ્પાક્કીના આ દૃશ્યમાં ચશ્માના એક ભાગે કોઇકનો પડછાયો દેખાય છે, પણ બીજા ભાગમાં નથી.












Click it and Unblock the Notifications
