Gandhi Jayanti: મહાત્મા ગાંધી પર બનેલી 7 મસ્ટ વૉચ ફિલ્મો - શાહરુખ ખાનથી લઈને સંજય દત્ત સામેલ
Gandhi Jayanti 2023: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ (2 ઓક્ટોબર) દર વર્ષે ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. સિનેમાએ પણ તેમની ફિલ્મો દ્વારા સમયાંતરે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી છે. કેટલીક ફિલ્મો તેમની રાજકીય કારકિર્દી દર્શાવે છે, કેટલીક તેમની અંગત જીવન, તો કેટલીક તેમના આદર્શોને મોટા પડદા પર રજૂ કરે છે.
હૉલીવુડમાં પણ ગાંધીજી પર ફિલ્મો બની છે. સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના ઘણા આદર્શો આજે પણ સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. નિર્માતાઓ અને દિગ્દર્શકોએ પણ ફિલ્મો દ્વારા તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. રિચર્ડ એટનબરો, શ્યામ બેનેગલ, કમલ હાસન, રાજકુમાર હિરાણીએ પોતપોતાના પરિપ્રેક્ષ્યમાં બાપુના પાત્રને પડદા પર રજૂ કર્યું છે. અહીં જાણો મહાત્મા ગાંધી પર બનેલી કેટલીક ખાસ ફિલ્મો.

ગાંધી
મહાત્મા ગાંધીના જીવન પર આધારિત રિચર્ડ એટનબરોની ઑસ્કાર અવોર્ડ વિજેતા ફિલ્મ 'ગાંધી' વર્ષ 1982માં બની હતી. આ ફિલ્મમાં મહાત્મા ગાંધીની ભૂમિકા હૉલિવુડ એક્ટર બેન કિન્સ્લેએ ભજવી હતી. તેણે 8 ઑસ્કાર અવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મમાં બિહારનું ચંપારણ આંદોલન બતાવવામાં આવ્યું હતું. અમરીશ પુરી, ઓમ પુરી, રોહિણી હટ્ટંગણી અને રજત કપૂર જેવા કલાકારોએ ફિલ્મમાં જોરદાર અભિનય આપ્યો હતો.
લગે રહો મુન્નાભાઈ
રાજકુમાર હિરાણી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી અને ફરી એકવાર યુવાનોમાં ગાંધીજીના આદર્શો પ્રસ્થાપિત કર્યા હતા. આ ફિલ્મ ગાંધીગીરી પર આધારિત હતી. આ ફિલ્મમાં સંજય દત્ત, અરશદ વારસી અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા. ગાંધીજીનું પાત્ર દિલીપ પ્રભાવલકરે ભજવ્યું હતું.
સરદાર
કેતન મહેતા દ્વારા નિર્દેશિત 'સરદાર' 1993માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અન્નુ કપૂરે મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી. ગાંધી અને સરદાર પટેલના વિચારોમાં તફાવત દર્શાવતી આ ફિલ્મ બંને વચ્ચેના સંબંધોને સમજવાની તક આપે છે. સરદાર પટેલનું પાત્ર પરેશ રાવલે ભજવ્યું હતું.
હે રામ
વર્ષ 2000માં રિલીઝ થયેલી આ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય રહી હતી. ફિલ્મમાં નસીરુદ્દીન શાહે ગાંધીજીની ભૂમિકા ભજવી હતી. દેશના ભાગલા અને ત્યારબાદ ગાંધીજીની હત્યા પછીના રમખાણો પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન કમલ હાસને કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, અતુલ કુલકર્ણી, રાની મુખર્જી, ગિરીશ કર્નાડ અને ઓમ પુરી જેવા કલાકારો હતા.
ગાંધી માય ફાધર
વર્ષ 2007માં રિલીઝ થયેલી આ ફિલ્મ ગાંધી માય ફાધરને નેશનલ એવોર્ડ મળ્યો હતો. મહાત્મા ગાંધી અને તેમના પુત્ર હરિલાલ વચ્ચેના સંબંધો પર આધારિત આ ફિલ્મ ફિરોઝ અબ્બાસ મસ્તાને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં દર્શન જરીવાલાએ મહાત્મા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું.
મેને ગાંધી કો નહિ મારા
2005ની આ ફિલ્મમાં અનુપમ ખેર અને ઉર્મિલા માતોંડકર મુખ્ય ભૂમિકામાં હતા. જાન્હુ બરુઆ દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ એક નિવૃત્ત હિન્દી પ્રોફેસરની આસપાસ ફરે છે જે માને છે કે તેણે મહાત્મા ગાંધીની હત્યા કરી છે. આ ફિલ્મ માટે અનુપમ ખેરને નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો હતો.
ધ મેકિંગ ઑફ મહાત્મા
શ્યામ બેનેગલ દ્વારા નિર્દેશિત ધ મેકિંગ ઓફ મહાત્મા વર્ષ 1996માં રિલીઝ થઈ હતી. જેમાં મોહનદાસ કરમચંદ ગાંધીના મહાત્મા બનવાની વાર્તા વિસ્તારપૂર્વક બતાવવામાં આવી હતી. ફિલ્મમાં રજત કપૂરે ગાંધીજીની ભૂમિકા ભજવી હતી. ગાંધીજીએ બ્રિટન અને આફ્રિકામાં તેમના રોકાણ દરમિયાન શું જોયું અને તેનાથી તેમના જીવનમાં કેવા પરિવર્તનો આવ્યા, આ સમગ્ર યાત્રા આ ફિલ્મમાં બતાવવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
