Ganesh Chaturthi 2023: અંબાણી પરિવારના ગણેશ ઉત્સવમાં પરિવાર સાથે પહોંચ્યા શાહરુખ ખાન
Ganesh Chaturthi 2023: દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, દરેક જગ્યાએ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકો, ફિલ્મ સ્ટાર્સ અને રાજકારણીઓના ઘરે બાપ્પાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
આ બધાની વચ્ચે અંબાણી પરિવારમાં પણ ગણેશ ઉત્સવની ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં ઘણા મોટા સ્ટાર્સ અને રાજનેતાઓએ ભાગ લીધો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અંબાણી પરિવારના આ ખાસ અને ભવ્ય ગણેશ ઉત્સવની ઉજવણીમાં યુવા અભિનેતા શાહરૂખ ખાને તેના સમગ્ર પરિવાર સાથે પણ ભાગ લીધો હતો. મુંબઈમાં અંબાણી પરિવારની કોઈ ઉજવણી કે પાર્ટી હોય અને બૉલિવુડ સ્ટાર્સ જોવા ન મળે એવુ ન બની શકે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘર 'એન્ટીલિયા'માં જ્યારે પણ કંઇક ખાસ થાય છે, ત્યારે સ્ટાર્સ તેમાં હાજર જ હોય છે.
ગઈકાલે રાત્રે 'એન્ટીલિયા'માં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને તેમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન, બૉલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને તેના સમગ્ર પરિવાર સાથે ઉજવણીમાં ભાગ લીધો હતો. શાહરૂખ ખાનના પરિવારે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ ઈવેન્ટમાં શાહરૂખ ખાનની સાથે તેની દીકરી સુહાના ખાન અને પત્ની ગૌરી ખાન અને નાનો દીકરો અબરામ પણ જોવા મળ્યો હતો. ગૌરી ખાન અને સુહાનાએ પણ ટ્રેડિશનલ કપડા પહેર્યા હતા. અબરામ પણ આ દરમિયાન કુર્તા પાયજામામાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો.
મુકેશ અંબાણીના ઘરે શાહરૂખ ખાન એકદમ નવા લુકમાં જોવા મળ્યો હતો. શાહરૂખ ખાનના આ નવા લૂકને લઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા હતા. કિંગ ખાનના આ લુકના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે હાલમાં 'જવાન' પછી શાહરૂખ ખાન સતત હેડલાઇન્સમાં છે.
સુપરસ્ટાર શાહરૂખ ખાનની એક ઝલક મેળવવા ફેન્સ હંમેશા આતુર હોય છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની ફિલ્મ જવાને બૉક્સ ઑફિસ પર ઈતિહાસ રચ્યો હતો અને શાનદાર કમાણી કરી હતી. આ ફિલ્મમાં નયનતારા શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. એટલી કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મે ચાહકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે, આ ફિલ્મ આજે પણ કમાણી કરી રહી છે. આ ફિલ્મ બાદ શાહરૂખ ખાનનો અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
