અદાણીને વધુ એક ઝટકો, વિશ્વના ટોપ 25 અમીરોની યાદીમાંથી બહાર

હિડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીની સ્થિતી દિવસે દિવસે બગડી રહી છે. સતત શેરમાં ધોવાણ વચ્ચે હવે અદાણી ટોપ 25 અમીરોની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયા છે.

નવી દિલ્હી : હિંડનબર્ગના અહેવાલ બાદ ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપની કંપનીઓની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. એક તરફ શેર બજારમાં કંપનીઓના શેરની કિંમત સતત ઘટી રહી છે ત્યારે હવે અદાણી વિશ્વના 25 ટોપ અમીરોની યાદીમાંથી પણ બહાર ફેંકાઈ ગયા છે.

Gautam Adani

દિવસે દિવસે અદાણીના શેરની કિંમત સતત ઘટી રહી છે ત્યારે હવે ફોર્બ્સ અને બ્લૂમબર્ગના આંકડા અનુસાર ગૌતમ અદાણી હવે વિશ્વના ટોપ-25 સૌથી અમીરોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. 22 ફેબ્રુઆરીએ અદાણીની નેટવર્થ 43.4 બિલિયન રહી ગઈ છે. યુએસ શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચના આરોપો બાદ અદાણીની સંપતિ પાણીની જેમ ધોવાઈ રહી છે.

ફોર્બ્સ અનુસાર, ગૌતમ અદાણી અમીરોની યાદીમાં 26માં નંબરે પહોંત્યા છે. બુધવારે અદાણી ગ્રૂપના શેર્સમાં ભારે વેચાણ જોવા મળ્યુ. જેના કારણે ગૌતમ અદાણીની વ્યક્તિગત નેટવર્થમાંથી 3.6 બિલિયનનું ધોવાણ થયું છે. હવે નાઇકીના ફિલ નાઈટ ફેન્ડ ફેમિલીએ 46.3 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ફોર્બ્સની યાદીમાં 25મું સ્થાન મેળવીને અદાણીને પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણી હિડનબર્ગનો રિપોર્ટ આવ્યા પહેલા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા.

ફોર્બ્સની યાદીમાં ગૌતમ અદાણી 26માં સ્થાને અને બ્લૂમબર્ગની યાદીમાં 29માં સ્થાને પહોંચ્યા છે. ફોર્બ્સ અનુસાર અદાણીની કુલ સંપત્તિ 43.4 બિલિયન હોવાનો અંદાજ છે. બ્લૂમબર્ગ ઇન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 42.7 બિલિયન છે. સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડના આરોપ બાદ અદાણી ગ્રુપની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X