'ગહરાઈયાં'નુ પહેલુ ગીત 'ડૂબે' રિલીઝ, દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીની બોલ્ડ કેમેસ્ટ્રી, જુઓ Video

ગહરાઈયાં' ફિલ્મ મેકર્સે ફિલ્મનુ પહેલુ ગીત રિલીઝ કરી દીધુ છે. વીડિયોમાં જુઓ દીપિકા પાદુકોણ અને સિદ્દાંત ચતુર્વેદીની બોલ્ડ કેમેસ્ટ્રી.

મુંબઈઃ એમેઝૉન ઓરિજિનલ મૂવી 'ગહરાઈયાં'નુ સાઉન્ડટ્રેક વર્ષના મોસ્ટ અવેઈટેડ આલ્બમમાંનુ એક છે. ફિલ્મનુ ટાઈટલ ટ્રેક 'ડૂબે' જેની ઝલક ટ્રેલરમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર પહેલેથી જ ટ્રેન્ડ કરી રહ્યુ હતુ અને મેકર્સે ફિલ્મનુ પહેલુ ગીત રિલીઝ કરી દીધુ છે. ગીતમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીની બોલ્ડ કેમેસ્ટ્રી ફેન્સનુ દિલ જીતી રહી છે. અંકુર તિવારી દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ આકર્ષક ગીત કબીર કથપાલિયા ઉર્ફે ઓએએફએર અને સવેરા દ્વારા રચિત છે જેને કૌસર મુનીરે લખ્યુ છે અને લોથિકા ઝાએ ગાયુ છે.

તાજગી અને ઈંટેંસિટી

તાજગી અને ઈંટેંસિટી

પહેલા ગીત વિશે વાત કરીને અંકુર તિવારીએ શેર કર્યુ, 'શરુઆતથી જ મને ખબર હતી કે 'ગહરાઈયાં'નુ મ્યૂઝિક પોતાની કહાની માટે યોગ્ય હોવુ જોઈએ જેના દ્વારા દર્શકોને આ કેરેક્ટર્સની દુનિયામાં લઈ જવામાં મદદ મળશે. કબીર, સવેરા અને અમારા ગીતકાર કૌસર, બધાએ યુથફૂલ એસેન્સને લાવવામાં એક અભૂતપૂર્વ કામ કર્યુ છે! અને લોથિકાના વોકલ્સ ગીતમાં યોગ્ય માત્રામાં તાજગી અને ઈંટેંસિટી જોડે છે.'

એક નવી રિલેશનશિપમાં જવાની હોડ

એક નવી રિલેશનશિપમાં જવાની હોડ

સંગીતકાર કબીર કથપાલિયા ઉર્ફ ઓએએફએફ આગળ કહે છે, 'આ ફિલ્મ અને તેના સંગીત પર કામ કરવુ એક અવિશ્વસનીય અનુભવ હતો. પહેલા ટીઝર બાદથી અમને જે પ્રેમ મળી રહ્યો છે તે ખૂબ જ ખાસ છે. 'ડૂબે' ગીત સાથે, અમે ફ્રીફૉલિંગની ભાવનાને રિક્રિએટ કરવા માંગતા હતા જેમાં એક નવી રિલેશનશિપમાં જવાની હોડ છે. ગહરાઈયાં ખરેખર આપણા સહુ માટે એક સ્પેશિયલ આલ્બમ છે અને અમે વાસ્તવમાં આશા રાખીએ છીએ કે દર્શકોને તેને સાંભળવામાં પણ એટલો જ આનંદ આવશે જેટલો અમને તેને બનાવવામાં મળ્યો છે.'

અમેઝૉન પ્રાઈમ વીડિયો પર 11 ફેબ્રુઆરી, 2022એ

અમેઝૉન પ્રાઈમ વીડિયો પર 11 ફેબ્રુઆરી, 2022એ

દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી ઉપરાંત ફિલ્મમાં અનન્યા પાંડે, ધૈર્ય કરવા, નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. નિર્દેશક શકુન બત્રાની જૌસ્કા ફિલ્મ્સના સહયોગથી વાયકૉમ 18 સ્ટુડિયોઝ અને ધર્મા પ્રોડક્શન્સ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત, ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર વિશેષ રીતે અમેઝૉન પ્રાઈમ વીડિયો પર 11 ફેબ્રુઆરી, 2022ના રોજ દુનિયાભરના 240થી વધુ દેશો અને ક્ષેત્રોમાં હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X