કોમેડીથી ભરપૂર 'ઘનચક્કર'ને મળ્યું U/A સર્ટિફિકેટ
અભિનેત્રી વિદ્યા બાલન તથા અભિનેતા ઇમરાન હાશમી અભિનિત 'ઘનચક્કર'ને સેંટ્રલ ફિલ્મ બોર્ડ દ્વારા યુ/એ સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મના નિર્દેશક રાજકુમાર ગુપ્તા આ વાતથી ખુશ છે.
રાજકુમાર ગુપ્તાએ કહ્યું હતું કે 'ઘનચક્કર' મનોરંજનથી ભરપૂર મસાલા ફિલ્મ છે અને હું દર્શકોની પ્રતિક્રિયા મળવાની રાહ જોઇ રહ્યો છું. મને આશા છે કે કોમેડીથી ભરપૂર આ રોમાંચક ફિલ્મને જોવા માટે લોકો પરિવાર સાથે થિયેટરમાં જશે.

ફિલ્મમાં ઇમરાન ખાન મરાઠી માનુષના રૂપમાં નજરે પડે છે તો વિદ્યા બાલન તેમની પંજાબી પત્ની બની છે. ફિલ્મ 28 જૂનના રોજ રિલિઝ થવાની છે.












Click it and Unblock the Notifications
