#HOT: ફિલ્મમાં એન્ટ્રી માટે આતુર છે આ સ્ટાર કિડ્સ..
બોલિવૂડના સ્ટારકિડ્સ ફિલ્મોમાં ડેબ્યૂ માટે થનગની રહ્યાં છે. સોશિયલ મીડિયાને કારણે તેઓ ફિલ્મોમાં આવતાં પહેલાં જ ખૂબ જાણીતા અને લોકપ્રિય થઇ ગયાં છે. કેટલાક બોલિવૂડ સ્ટારકિડ્સની સુપરહોટ તસવીરો જુઓ અહીં..
સોશિયલ મીડિયાના આગમનથી જ બોલિવૂડના તમામ સ્ટારકિડ્સ જાણે ખૂબ ફેમસ થઇ ગયા છે. શાહરૂખ ખાન, સૈફ અલી ખાન, શ્રીદેવી જેવા સુપરસ્ટાર્સના બાળકો ફિલ્મોમાં આવવા માટે થનગની રહ્યાં છે. સારા અલી ખાન અને શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂરના બોલિવૂડ ડેબ્યૂ અંગે તો કેટલાયે સમયથી ચર્ચાઓ ચાલે છે.
સોશિયલ મીડિયા પર આ સ્ટાર કિડ્સના કેટલાક ફોટોઝ છે, જે જોઇને તમે દંગ રહી જશો. આ તસવીરો એ વાતનો પુરાવો છે કે, આ સ્ટારકિડ્સ બોલિવૂડમાં આવવા માટે કેટલા આતુર છે.

સારા અલી ખાન
સૈફ અને અમૃતાની પુત્રી સારા અલી ખાન ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર છે. સૈફ આ વાત કન્ફર્મ કરી ચૂક્યાં છે અને તે નિયમિત રીતે બોલિવૂડની દરેક મુખ્ય પાર્ટી અને ઇવેન્ટમાં જોવા મળે છે. સારા અલી ખાનનો બિકિનીવાળો આ ફોટો સોશયિલ મીડિયા પર થોડા સમય પહેલાં ખૂબ વાયરલ થયો હતો.

જ્હાનવી કપૂર
શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂર પણ બોલિવૂડમાં ડેબ્યૂ માટે થનગની રહી છે. જ્હાનવી અને શાહિદ કપૂરના નાના ભાઇ ઇશાન ખટ્ટરના અફેરની વાતો પણ ઉડવા માંડી છે. જ્હાનવી પણ શ્રીદેવી સાથે દરેક બોલિવૂડ ઇવેન્ટ અને પાર્ટીમાં જોવા મળે છે. શ્રીદેવી જ્હનવીના બોલિવૂડ ડેબ્યૂ અંગે અત્યંત ઉત્સાહિત હોય એમ લાગી રહ્યું છે.

સુહાના ખાન
શાહરૂખ ખાનના બંન્ને બાળકો સુહાના અને આર્યન પણ ફિલ્મોમાં ડેબ્યૂ કરનાર છે. જો કે, શાહરૂખ ઇચ્છે છે કે, સુહાના પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરે. સુહાના હાલમાં જ પોતાના ભાઇ અબરામ સાથે કંઇક આ અંદાજમાં જોવા મળી હતી. અબરામ અને સુહાનાની આ તસવીર અત્યંત ક્યૂટ છે.

નવ્યા નંદા
અમિતાભની પુત્રી શ્વેતા નંદાની પુત્રી નવ્યા અત્યંત સુંદર છે અને તેના બિકિની ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ઘણીવાર વાયરલ થઇ ચૂક્યા છે. તેના બોલિવૂડ ડેબ્યૂની ખબરો પણ ઘણીવાર સામે આવી ચૂકી છે. નવ્યા અને શાહરૂખના પુત્ર આર્યનની ગાઢ મિત્રતા અંગે પણ ઘણી વાતો સામે આવી ચૂકી છે.

શનાયા કપૂર-અનન્યા પાંડે
એક્ટર સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર(જમણે) અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે(ડાબે) ખૂબ સારી બહેનપણી છે. આ બંન્ને પણ ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે. થોડા દિવસો પહેલાં જ સમાચાર આવ્યા હતા કે, સલમાન ખાન ચંકી પાંડેની પુત્રીને પોતાની ફિલ્મમાં લોન્ચ કરનાર છે.

કૃષ્ણા શ્રોફ
જેકી શ્રોફનો પુત્ર ટાઇગર બોલિવૂડમાં પોતાના ડાન્સ અને એક્શનથી ધમાલ મચાવી રહ્યો છે અને પુત્રી કૃષ્ણા શ્રોફ પોતાના હોટ ફોટોઝ વડે સોશિયલ મીડિયા પર રાજ કરી રહી છે. કૃષ્ણા શ્રોફ અનેકવાર સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટોઝ પોસ્ટ કરતી હોય છે.

આલિયા ઇબ્રાહિમ
આલિયા ઇબ્રાઇમ બોલ્ડ બોલિવૂડ એક્ટ્રેસ પૂજા બેદીની પુત્રી છે. તે પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તેની બોલ્ડ તસવીરોને કારણે અનેક વિવાદો પણ થયા છે. હજુ સુધી તેની ફિલ્મોમાં આવવાની કોઇ ખબર મળી નથી, પરંતુ તેની બોલ્ડ તસવીરો પરથી કહી શકાય કે તે ચોક્કસ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
