મસ્તરામ સાથે બૉલીવુડમાં પ્રવેશ કરશે ગોલ્ફર પુત્રી અલીશા
મુંબઈ, 6 મે : સ્વર્ગસ્થ ભારતીય ગોલ્ફ ખેલાડી ગૌતમ બેરીના પુત્રી તારા અલીશા બેરી મસ્તરામ ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. થોડાંક દિવસ અગાઉ પોતાના ઓરમાન ભાઈ સિકંદર બેરી સાથે સમ્પત્તિ વિવાદને પગલે અલીશા ચર્ચામાં આવ્યા હતાં. સિકંદર ગૌતમના પ્રથમ પત્ની કિરણ ખેરના પુત્ર છે. કિરણ-ગૌતમ વચ્ચે છુટાછેડાં થઈ ચુક્યાં છે. અલીશા અખિલેશ જયસવાલની ફિલ્મમાં લેખક મસ્તરામના પત્નીની ભૂમિકામાં દેખાશે. જયસવાલ અગાઉ ગૅંગ્સ ઑફ વાસેપુરના સહ-પટકથા લેખક તરીકે કામ કરી ચુક્યાં છે. મસ્તરામ સાથે તેઓ દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યાં છે.

મસ્તરામ ફિલ્મ અંગે તારા અલીશા બેરીએ જણાવ્યું - ફિલ્મની પટકથા વાંચ્યા બાદ મેં તેને કરવાનો નિર્ણય કર્યો. આ અગાઉ મને એ પણ નહોતી ખબર કે મસ્તરામ કોણ હતાં. મને ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી. ફિલ્મ દેશના જાણીતા પોર્ન લેખકના જીવન વિશે છે, પરંતુ તે સ્વચ્છ ફિલ્મ છે. વાર્તા કે સામગ્રી ક્યાંય પણ અશ્લીલતા કે સનસનાટીપૂર્ણ નથી. આ એક મજાની વ્યંગ્યાત્મક ફિલ્મ છે.
જાણીતાં પરિવાર સાથે ઘરોબો હોવા છતાં અલીશા કહે છે - હું પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે મહેનતમાં પીછેહઠ નહીં કરું. મને લાગે છે કે મારી ફિલ્મ સફર પણ બીજા નવા લોકોની જેમ જ છે. ફિલ્મી કે ગેરફિલ્મી પરિવારથી આવનાર તમામને સરખી મહેનત કરવી પડે છે. મેં ફિલ્મોમાં આવવા માટે કોઈની મદદ નથી લીધી, પરંતુ સમીર શર્મા, અનુરાગ કશ્યપ, સાનૂ શર્મા જેવા દિગ્દર્શકોનું માર્ગદર્શન જરૂર મને મળ્યું.
તારા અલીશા બેરી કહે છે - બાળપણમાં મેં પોતાનો ઘણો સમય યૂએસ ક્લબમાં ડૅડને ગોલ્ફ રમતાં જોઈ વિતાવ્યો છે, પરંતુ ક્યારેય ગોલ્ફર બનવા અંગે નથી વિચાર્યું.












Click it and Unblock the Notifications
