ક્યૂટ ડિયાનીના મમ્મી-પપ્પા બન્યાં ફરદીન-નતાશા
મુંબઈ, 13 ડિસેમ્બર : લાંબા ઇંતેજાર બાદ ફરદીન ખાનના ઘરે પારણા બંધાયા છે. જી હા, બુધવારે ફરદીન ખાન એક ક્યૂટ એંજલના પપ્પા બન્યાં છે. અભિનેતા ફરદીનના પત્ની નતાશા માધવાણીએ પોતાના પ્રથમ સંતાન તરીકે બુધવારે એક પુત્રીને જન્મ આપ્યો છે.

દિગ્ગજ અભિનેત્રી મુમતાઝના પુત્રી નતાશા માધવાણી અને દિગ્ગજ અભિનેતા ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાને વર્ષ 2005માં લગ્ન કર્યા હતાં. ઓમ જય જગદીશ, નો એન્ટ્રી અને હે બેબી જેવી ફિલ્મોમાં અભિનય કરનાર ફરદીન તથા તેમના પત્ની નતાશાને આ દિવસનો લાંબા સમયથી ઇંતેજાર હતો. ગત વર્ષે નતાશાને મિસકૅરેજ થયુ હતું અને તેમને જોડિયા બાળકો ગુમાવવા પડ્યા હતાં.












Click it and Unblock the Notifications
