‘સર્ચ’માં ફેરવાઈ ‘તલાશ’, આમિરને લાગ્યો ઝાટકો
મુંબઈ, 28 ઑક્ટોબર. આમિર ખાનની આગામી ફિલ્મ તલાશ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. થિયેટરોમાં ફિલ્મનું એડવાંસ બુકિંગ ચાલુ છે. ફિલ્મ અંગે થિયેટર વાળાઓ પણ ખૂબ ઉત્સુક છે કારણ કે ફિલ્મ આમિરની છે. ફિલ્મની એડવાંસ બુકિંગ ગત 25મી નવેમ્બરથી શરૂ થઈ ચુક્યુ છે. પ્રથમ જ દિવસે 700 ટિકિટો વેચાઈ ચુકી છે. આ વાત જાણી એક બાજુ આમિર ખાન ખૂબ જ ખુશ હશે, પરંતુ બીજી બાજુ દુનિયાના સૌથી મોટા સર્ચ એંજીન ગૂગલે તેમને જોરદાર ઝાટકો આપ્યો છે.

હકીકતમાં આમિર ખાને ગૂગલને પોતાની આવનાર ફિલ્મ તલાશ માટે એક રિક્વેસ્ટ મોકલી હતી. તેમાં આગ્રહ કરાયો હતો કે ગૂગલ પોતાના હોમપેજ ઉપર તલાશ ફિલ્મ પ્રમોટ કરે, પરંતુ ગૂગલે જ્યારે ‘તલાશ'નું અંગ્રેજી અનુવાદ કર્યું, તો તે ‘સર્ચ'માં ફેરવાઈ ગયું. તેથી ગૂગલે આમિર ખાનના મંસૂબા પર પાણી ફેરવતાં રિક્વેસ્ટ રદ્દ કરી નાંખી. તેથી આમિર ખાનને મોટો આંચકો લાગ્યો.
ખેર, આમ છતાં આમિર ખાન પોતાની ફિલ્મ તલાશના પ્રમોશમાં જોરશોરથી લાગેલાં છે. ફિલ્મ 30મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. સસ્પેંસ થ્રિલર ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત રાણી મુખર્જી અને કરીના કપૂર પણ છે.
રીમા કાગતી દિગ્દર્શિત અને લિખિત ફિલ્મ તલાશમાં જોયા અખ્તરે પણ પટકથા લેખનમાં મદદ કરી છે. ફિલ્મના ગીતો પસંદ કરાઈ રહ્યાં છે. સમીક્ષકોની માનીએ તો તલાશ આમિર ખાનની ફિલ્મને એક નવો મુકામ આપશે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
