Pics : ગોરી તેરે પ્યાર મેંના પોસ્ટરમાં શહેર-ગામનું મિશ્રણ

મુંબઈ, 10 સપ્ટેમ્બર : દિગ્દર્શક પુનીત મલ્હોત્રાએ ઇમરાન ખાન તેમજ કરીના કપૂર અભિનીત પોતાની આગામી ફિલ્મ ગોરી તેરે પ્યાર મેંના બે પોસ્ટર લૉન્ચ કર્યાં છે. પોસ્ટરમાં કલાકારોની પોશાકો તથા પૃષ્ઠભૂમિમાં શહેરી અને ગ્રામ્ય જીવનનું મિશ્રણ ઝળકે છે.

પોસ્ટર ઉપર નજર નાંખતા ઇમરાન ખાન એક શહેરી શખ્સ, તો કરીના કપૂર સલવાર-કમીઝ પહેરેલી ગામની સામાન્ય યુવતની ભૂમિકામાં દેખાય છે. પહેલા પોસ્ટરમાં ઇમરાન-કરીના એક-બીજા તરફ પીઠ કરેલા એક તુટેલા પુલ ઉપર બેઠેલાં છે. પોસ્ટર ફિલ્મની ટૅગલાઇન ઑન્લી લવ કૅન બ્રિજ ધ ગૅપ ઉપર એકદમ બંધબેસે છે. બીજા પોસ્ટરમાં ઇમરાન ખાન પોતાના હાથે માટીનું એક માટલું લઈ કરીનાની બાજુમાં ઉભા છે, તો કરીના કપૂર ભૂસાના ઢગલા ઉપર ઉભી છે તથા પૃષ્ઠભૂમિમાં શહેરનો એક પુલ દેખાય છે. કરીનાના ચટક રંગના કપડાં ચોક્કસ ધ્યાન ખેંચે છે.

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મના કલાકારો અને ટીમે તાજેતરમાં જ ગુજરાતમાં કચ્છ ખાતે ભુજમાં શૂટિંગ પૂરૂ કર્યું છે. દિગ્દર્શક પુનીત મલ્હોત્રા આઈ હેટ લવ સ્ટોરીઝ ફિલ્મમાં ઇમરાન ખાન સાથે કામ કરી ચુક્યાં છે. કરણ જૌહર કૃત ધર્મા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત ગોરી તેરે પ્યાર મેં ફિલ્મ આગામી 22મી નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

આવો તસવીરો સાથે જાણીએ આ ફિલ્મ અંગેની વધુ વિગતો :

શહેર-ગામનું મિશ્રણ

શહેર-ગામનું મિશ્રણ

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મના આ પોસ્ટરમાં ઇમરાન ખાન પોતાના હાથે માટીનું એક માટલું લઈ કરીનાની બાજુમાં ઉભા છે, તો કરીના કપૂર ભૂસાના ઢગલા ઉપર ઉભી છે તથા પૃષ્ઠભૂમિમાં શહેરનો એક પુલ દેખાય છે. કરીનાના ચટક રંગના કપડાં ચોક્કસ ધ્યાન ખેંચે છે.

ગુજરાતી ભોજન માણ્યું

ગુજરાતી ભોજન માણ્યું

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની ટીમે તાજેતરમાં જ ગુજરાતમાં કચ્છના ભુજ ખાતે ગુજરાતી થાળીની મજા માણી. અનુપમ ખેરે ટીમને ગુજરાતી ભોજન કરાવ્યુ હતું.

કરીના-ઇમરાન

કરીના-ઇમરાન

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં કરીના કપૂર તથા ઇમરાન ખાન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.

કરીનાનું બેબી બમ્પ ચર્ચામાં

કરીનાનું બેબી બમ્પ ચર્ચામાં

તાજેતરમાં જ કરીના કપૂરની સગર્ભાવસ્થાની આ તસવીરોએ બૉલીવુડમાં ખાસી ચર્ચાઓ જગાવી હતી.

લોકો ચોંકી ઉઠ્યાં

લોકો ચોંકી ઉઠ્યાં

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મના સેટ ઉપર કરીના કપૂર આમ સગર્ભાવસ્થામાં દેખાયાં, તો લોકોને કંઈક વધુ જ શંકા પેદા થઈ. સેટ ઉપર પિંક ડ્રેસમાં કરીનાનું પેટ સગર્ભા મહિલાની જેમ બહાર નિકળેલું દેખાતુ ગતું.

સગર્ભાનો રોલ

સગર્ભાનો રોલ

હકીકતમાં ફિલ્મના એક દૃશ્યમાં દિલ્હીના ટ્રાફિકનું સેટ બનાવાયુ હતું કે જ્યાં કરીનાએ ઇમરાન ખાન સાથે દૃશ્ય ફિલ્માવવાનું હતું. દૃશ્ય દરમિયાન જોવામાં આવ્યું કે કરીના કપૂર સગર્ભા મહિલા સ્વરૂપે બે ટ્રાફિક જવાનોને મદદ માટે પોકારતાં નજરે પડ્યાં. ફિલ્મમાં કરીના કપૂર સગર્ભા મહિલાનો રોલ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X